સુરેશ’ચંદ્ર’ રાવલ ~ આંખ મીંચી તો બધે & ગ્લેશિયર્સની કાતિલ ઠંડી * Sureshchandra Raval

ઝળહળ હતું

આંખ મીંચી તો બધે ઝળહળ હતું
આંખ ખોલી તો નજરનું છળ હતું

ઠારવાને આગ, ત્યાં ક્યાં જળ હતું?
લઈને દોડ્યો માટ, ત્યાં મૃગજળ હતું.

બંધ ઘરને મૌન દરવાજા હતા,
જ્યાં નજર અંદર કરી, ખળભળ હતું.

હું હતો ને ત્યાં સમુંદર પણ હતો,
ડૂબકી મારી, અતળ ત્યાં તળ હતું.

સાવ નાની વાતની અફવા હતી,
પણ બધે દિવાસળીનું બળ હતું.

~ સુરેશ‘ચંદ્ર’ રાવલ

મત્લાનું ચિંતન ઝળાહળાં કરી મૂકે એવું છે. ને એમ જ અંતિમ શેર પણ મન મોહી લે છે. અફવાને પગ નહીં, પાંખ હોય છે એ જાણીતી વાત છે અને કવિએ એમાં દિવાસળીની આગ ઉમેરીને એમાં કેવી તાકાત ઉમેરી દીધી! નજર સામે ભમ્યા કરતાં આભાસો અને એમાં અટવાયા કરતાં માનવીઓની વાત કાવ્યાત્મક રીતે નિષ્પન્ન થઈ છે.

એક અધૂરી કવિતા

ગ્લેશિયર્સની કાતિલ ઠંડીથી બચવા
સિગરેટનો છેલ્લો કસ ખેંચી
,
તેણે ઑવરકોટના બટનને ટાઇટ કર્યા…!
રોજ તેઓ એકબીજાને જોઈ હાથ હલાવી
‘હલ્લો-હાય… કરતાં…!
તેને થયું
,
આ વચ્ચે ઊભેલી તોતિંગ ફેન્સિંગ જ જો…
?
ભાતભાતનાં પહાડી ફૂલ
બન્ને તરફ હવાની લહેરખીથી ઝૂલી રહ્યા
તાં…!
તેની ખુશ્બુથી
રંગબેરંગી પતંગિયાં ઊડાઊડ કરી રહ્યાં
તાં…!
કાન પાસે આવી ગુંજારવ કરતો ભ્રમર
તેને કહી રહ્યો’તો
,
બુદ્ધમ્ શરણમ્… … !
પણ એક દિ
અચાનક ઉપરથી આદેશ આવ્યો,
ને પછી….
युद्धम् …..!
નાળચું સામેની ફેન્સિંગ સામે ફર્યું…!
પછીની ઘટના કવિતા ક્યાંથી બની શકે…
?

~ સુરેશ’ચંદ્ર’ રાવળ

હલબલી ઉઠાય એવું કલ્પન !

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

7 thoughts on “સુરેશ’ચંદ્ર’ રાવલ ~ આંખ મીંચી તો બધે & ગ્લેશિયર્સની કાતિલ ઠંડી * Sureshchandra Raval”

  1. બંને કાવ્યો પોતાનું પોત લઈને આવે છે. અભિનંદન.

  2. સુરેશ 'ચંદ્ર'રાવલ

    માનનીય શ્રી લતાબેન… આપશ્રીનો ખૂબ ખૂબ આભાર. મારી કાવ્ય રચનાઓને આપ ” કાવ્ય વિશ્વ’ ” ના પટલ પર મૂકી રહ્યાં છો તે બદલ હું ઋણની લાગણી અનુભવું છું…! તેમજ વિવેચકોની સરાહના બદલ આભાર માનું છું….! ” કાવ્ય વિશ્વ ” ની યાત્રા અવિરત વહેતી રહે તેવી શુભેચ્છાઓ…!

  3. આદરણીય લતાજી, આપની સાથે સહમત છું, પહેલો આને છેલ્લો શેર ખૂબ ચોટદાર છે. વાસ્તવિક વાતને કાવ્યમાં પરોવી કમાલ કરી છે બીજી અછાંદસ કવિતામાં.

  4. Kirtichandra Shah

    નાની વાતની અફવા એને મળયું દિવાસળીનુ બળ…વાહ વાહ અને…પછીની ઘટના પર …..કવિતા ન રચાય….ઓહો ઑહો

Scroll to Top