ગુલામ અબ્બાસ ‘નાશાદ’ ~ચૂંટેલા શેર (વિચાર્યું પણ કદી નહોતું) * Gulam Abbas ‘Nashad’

ચૂંટેલા શેર

ધર્મનિષ્ઠા, કર્મનિષ્ઠા, સત્યનિષ્ઠા શું કરે !
જીવતર જાણે સજા, વિશ્વાસ જેનો તૂટે છે.*****

થોડું રોવાઈ જતે તો, આ હૃદય શૂળ ના થતે
લાજ ત્યાગી, આંખને વરસાવતાં શીખ્યો છું ક્યાં ?*****

પુરાણી યાદના જખ્મોનો પણ કરવો પડ્યો ઉપચાર
મને આ તારી આયોજિત સભામાં આવતાં પહેલાં*****

સૂર, લય કે તાલ જીવનનો એનો બગડે નહીં
જે મનોમન દિલથી ઈશ્વરગાન ગાતો હોય છે.*****

રોકે સમાજ, ધર્મ નહીંતર એ કહો
કોને નથી જગતમાં તમન્ના શરાબની!*****

હળવાશ ચહેરે કેવી છે! જાતે જ જોઈ લો
એકધારું છાનું ટળવળી
, હમણાં જ સૂતો છે !*****

છાનુંછાનું રોજ તડપ્યાં, શું ભલા કિસ્મત હતી !
કેટલાંયે ઘર બદલ્યા, શું ભલા કિસ્મત હતી !*****

એકલા જાગવાથી કંઈ ન વળે
ભાગ્યને પણ જગાવવું પડશે.*****

ઝાંઝવા બોલી ઊઠ્યાં આવેશમાં
મીઠું જળ તો સાતે દરિયામાં નથી.*****

નભનો ઈશ્વર સાંભળે તો એ ક્ષણો ઉત્સવની છે
પ્રાર્થના દિલની ફળે તો એ ક્ષણો ઉત્સવની છે.*****  

~ ગુલામ અબ્બાસ ‘નાશાદ’

કવિને પંચોતેરમા જન્મદિવસે આદરવંદન

‘વિચાર્યું પણ કદી નહોતું’ * ગુલામ અબ્બાસ ‘નાશાદ’ * સાયુજ્ય 2023

ગઝલસંગ્રહ મોકલવા બદલ આભાર. ‘કાવ્યવિશ્વ’ને આંગણે આપનું સ્વાગત છે.  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

7 thoughts on “ગુલામ અબ્બાસ ‘નાશાદ’ ~ચૂંટેલા શેર (વિચાર્યું પણ કદી નહોતું) * Gulam Abbas ‘Nashad’”

Scroll to Top