ડો. પરેશ સોલંકી ~ મજાના શેર * Dr. Paresh Solanki

મજાના શેર

સાથે રહ્યાનો ભાર જોયો છે તમે ?
એકાંતનો આકાર જોયો છે તમે ? ***

મન ઝરૂખે ને જાત પિંજરામાં છે
એક યોગી ગહન દ્વિધામાં છે. ***

ચારેબાજુ છે અંધારું જોગી
તારે હૈયે છે આતમનું દેરું જોગી. ***

કોઈ આવી વૃક્ષની ઘેઘૂરતા છેદી ગયું

વીજળીના તાર પર બેઠું છે પંખી ભગ્ન થઈ.***

મારાથી દૂર છું હું મારી તલાશમાં
રસ્તો મને બતાવ કે મન લાગતું નથી. ***

બંદગી કે હતી એ યાચિકા ?
મંદિરોનું નમન દ્વિધામાં છે. ***

પ્રસિદ્ધિનું લઈ દર્દ જાગ્યા કરે છે
શિખરને બહુ સૂનું લાગ્યા કરે છે. ***

કેમ કાગળ પર ચીતરવી ઝંખનાને
તું પુરાવા સ્પર્શના આજે નવા દે. ***

હાંફતા ને દોડતા આખા નગરમાં
રાત પડતાં ટળવળે છે એક ચહેરો. ***

આંસુઓનો ભાર લાગ્યો એટલે લખતો રહું છું
શબ્દ તારણહાર લાગ્યો એટલે લખતો રહું છું. *** 

~ પરેશ સોલંકી

‘એટલે લખતો રહું છું’ * ડો. પરેશ સોલંકી * નવભારત 2024

ભાવનગરના આ કવિ અને એમના કાવ્યસંગ્રહનું કાવ્યવિશ્વના દ્વારે સ્વાગત છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

12 thoughts on “ડો. પરેશ સોલંકી ~ મજાના શેર * Dr. Paresh Solanki”

Scroll to Top