કમલેશ શુક્લ ~ કાવ્યસંગ્રહ ‘‘નભે આજ સૂરજ અસરદાર લાગે’  * Kamlesh Shukla

કાગળનો અવતાર અમારો, શબ્દ અમારો વેશ
હોય હરખ તો રંગબેરંગી, નહીં તો જીવતા ઢેર*****

આંગણે એ તાપણે તાપી સહજ ચાલ્યા ગયા
તે પછી તો આપણે પણ આગ ઠારી આકરી.*****

રાત લાંબી છે અને ઘેરે બધે અંધાર પણ
આશ તૂટી ને વધ્યો છે આંખ માથે ભાર પણ.*****

સાંજ પડે ત્યાં ડાળી હાલી
કલરવ ઊઠ્યો
, ઈશ્વર છે એ.*****

રોજ ઝાકળ બેસવાની છે કથા
સ્પર્શ ભીને ચાહવાની છે કથા*****

ખરે છે રોજ દીવાલો
કથા સૂણી વ્યથાની છે.*****

આંખમાં સંભારણા સૂતાં રહી નિહાળતા
યાદના એ ટૂકડા સીવ્યા કરે એકાંતમાં*****

તું નથી તો આ અગાસી સાવ સૂની લાગતી
સામસામે ખૂલતી બારીએ નાતો હોય છે.*****

પ્રેમ મને હું કરવા લાગ્યો
ઈશ્વર બેઠો દિલમાં ભાળ્યો.*****

સ્પર્શની તો મજા હતી લહેરે
જિંદગીને ગમ્યો કિનારો છે.*****

~ કમલેશ શુક્લ

કાવ્યવિશ્વ’માં કવિ કમલેશ શુક્લના કાવ્યસંગ્રહ ‘નભે આજ સૂરજ અસરદાર લાગે’નું સ્વાગત છે.

કમલેશ શુક્લ * ‘નભે આજ સૂરજ અસરદાર લાગે’* સાયુજ્ય 2024

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

9 thoughts on “કમલેશ શુક્લ ~ કાવ્યસંગ્રહ ‘‘નભે આજ સૂરજ અસરદાર લાગે’  * Kamlesh Shukla”

  1. કમલેશ

    મારા પ્રથમ ગઝલસંગ્રહના ચૂંટેલા શેર www. kavyavishva.com પર મૂકવા બદલ હું આદરણીય કવયિત્રી લતાબહેન હિરાણીનો આભારી છું.

  2. હરીશ દાસાણી.મુંબઈ

    કાવ્ય સંગ્રહ માટે અભિનંદન તથા શુભેચ્છાઓ

Scroll to Top