

*मिटने का अधिकार *
वे मुस्काते फूल, नहीं,
जिनको आता है मुरझाना,
वे तारों के दीप, नहीं
जिनको भाता है बुझ जाना!
वे सूने से नयन,नहीं
जिनमें बनते आँसू मोती,
वह प्राणों की सेज,नही
जिसमें बेसुध पीड़ा, सोती!
वे नीलम के मेघ, नहीं
जिनको है घुल जाने की चाह
वह अनन्त रितुराज,नहीं
जिसने देखी जाने की राह!
ऎसा तेरा लोक, वेदना
नहीं,नहीं जिसमें अवसाद,
जलना जाना नहीं, नहीं
जिसने जाना मिटने का स्वाद!
क्या अमरों का लोक मिलेगा
तेरी करुणा का उपहार
रहने दो हे देव! अरे
यह मेरे मिटने का अधिकार!
~ महादेवी वर्मा
*મૃત્યુનો અધિકાર*
હસતાં ફૂલ નથી ત્યાં, જે
જાણે છે રે ઝટ ખરી જવું
નથી દીપ તારકના, સમજે
ઓલવાઈ અદૃશ્ય થવું.
શ્યામવર્ણ વાદળ પણ ક્યાં?
જે વરસી જાવા થનગનતા
ના ઋતુરાજ વસંત વસે
જે આવનજાવનમાં રમતા
સૂના નયનો શોધું ક્યાં, જ્યાં
આંસુના મોતી બનતા
ને પ્રાણોની સેજ નથી ત્યાં
પીડારાણી પથરાતા
એવો તારો દેશ કે જેમાં
નથી વેદના, ના રે દુઃખ
નથી જલનની અનુભૂતિ કે
મરી ફીટવાનું કો‘ સુખ
શું મળશે આ અમર લોક
થઈ તારી કરુણાનો ઉપહાર?
રહેવા દો હે દેવ, અરે
આ મારો મૃત્યુનો અધિકાર!
~ મહાદેવી વર્મા
મહાદેવી વર્માના ગીતનો ભાવાનુવાદ લતા હિરાણી (મૂળ ગીતના લયમાં)
‘વિશ્વા’ સામયિકના બેક ટાઇટલ પર આ ભાવાનુવાદ
નકારાત્મક અને હકારાત્મક વચ્ચે ખળખળ વહેતા ઝરણાં જેમ વહેતી રચનાનો ભાવાનુવાદ અપ્રતિમ છે.
આપને ભાવાનુવાદ હસ્તગત છે.. અભિનંદન.
આભારી છું ઉમેશભાઈ.
વાહ, સરસ 👌🏻👌🏻
અસરકારક ભાવાનુવાદ,અભિનંદન
આભારી છું રતિલાલભાઈ
ખૂબ જ સરસ ગીત, અને એવો જ સુંદર ભાવાનુવાદ, વાહ, આદરણીય લતાજી.
આભારી છું મેવાડાજી
ખુબજ સરસ ભાવાનુવાદ ખુબજ ગમ્યો
આભારી છું છબીલભાઈ
Pingback: 🍀11 જુન અંક 3-1184🍀 - Kavyavishva.com
ખૂબ સરસ ભાવાનુવાદ
આભારી છું શ્વેતાજી
ખૂબ સરસ અનુવાદ છે.
આભારી છું જયશ્રીબેન