મુસાફિર પાલનપુરી ~ ભળી જાય * Musafir Palanpuri

ભળી જાય શ્વાસોમાં અલ્લાહઅલ્લા
કરે તખ્તેશાહીને ઝાંખા મુસલ્લા

અહીં હું ને આખી ખલકત છે સામે
નથી તોય સરખા થતા બેઉ પલ્લા

ગયો સાવ ખોવાઈ દુનિયામાં પાગલ  
હતું સ્થાન આદમનું અર્શેમોસલ્લા

ગમે તેમ વહેંચાય તો પણ નિરંતર
ફકીરોની ચોખટના ભરપૂર ગલ્લા

હવે ક્યાં મુસાફિર એ વાસંતી વૈભવ
ગઝલ નામે ઘૂમરાય હઇસોને હલ્લા

~ મુસાફિર પાલનપુરી  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “મુસાફિર પાલનપુરી ~ ભળી જાય * Musafir Palanpuri”

Scroll to Top