


*‘હું જ સાંભળું મને’ *
‘કુમાર’ ‘કવિલોક’ના તંત્રી અને વરિષ્ઠ કવિ શ્રી પ્રફુલ્લ રાવલનો આ સાતમો કાવ્યસંગ્રહ ‘હું જ સાંભળું મને’નો ‘કાવ્યવિશ્વ’માં આવકાર છે. કવિ, અઢળક અભિનંદન આપને.
પ્રથમ ગીત એ આ સંગ્રહનું શીર્ષકગીત છે. મનુષ્યના જીવનમાં એક સમય આવે છે જ્યારે એણે પોતાનો – અંદરનો અવાજ સાંભળવાનો હોય છે. આ અવાજ જીવન આખાના અનુભવોની સુગંધ લઈને આવતો હોય છે. સમગ્ર સંગ્રહના લગભગ બધાં ગીતો આ અનુભૂતિ લઈને આવે છે.
ઉપરના બંને ગીત ‘સામે’ અને ‘આથમશે’ એ પણ આમ તો અંદરનો અવાજ જ છે. ‘સામે’ બાળપણને તાદૃશ કરે છે તો ‘આથમશે’ હવે નજર સામે ફેલાયેલી સંધ્યાની ઝાંય લઈને ફરી વળે છે. ‘એ જ તારો’ની પ્યાસ હજી જળવાઈ છે. આથમવાની અનુભૂતિ નક્કી છે અને સચ્ચાઈ એ જ છે. સૌને માટે.

Pingback: 🍀3 જુલાઇ અંક 3-1201🍀 - Kavyavishva.com
કવિ શ્રી પ્રફુલભાઈ રાવલના કાવ્યસંગ્રહ નું સ્વાગત સહ અભિનંદન.
બન્ને રચનાઓ ખુબ સરસ ખુબ માણવા લાયક
બંને રચનાઓ સારી છે. કાવ્યસંગ્રહનાં કાવ્ય સૌ માણશે એ જ આશા..
બંને ગીતો ખૂબ જ લયબદ્ધ સુંદર છે. આસ્વાદિક નોંધ પણ સરસ ઉઘાડી આપે છે.
વડીલ મિત્ર વર્ય શ્રી પ્રફુલ્લ રાવલ ના સંગ્રહ ” હું જ સંભાળું મને ”
ને આવકારતા ખૂબ ખૂબ રાજીપો, શબ્દ લોક નાં સદાય પ્રવાસી
પાસે હજી વધારે અપેક્ષા સહ શુભેચ્છાઓ સાથે રાજીપો અને અભિનંદન સહ વંદન.🙏
માનનીય શ્રી પ્રફુલ્લ ભાઈના બન્ને ગીત અદભૂત… ! ગીતની અદભૂત બાની…. ! અભિનંદન કવિશ્રી ને અને લતાબેન ને…
સમગ્ર જીવન અનુભવના અર્ક જેવી સબળ રચનાઓ.
સરસ રચના. “વડના છાંયે બેઠું મારું શૈશવ…