*મૂલડો થોડો ભાઈ વ્યાજડો ઘણો*
મૂલડો થોડો ભાઈ વ્યાજડો ઘણો રે,
કેમ કરી દીધો રે જાય?
તલપદ પૂંજી મેં આપી સઘલી રે,
તોહે વ્યાજ પૂરું નહિ થાય…. મૂલડો.
વ્યાપાર ભાગો જલવટ થલવટે રે,
ધીરે નહિ નીસાની માય;
વ્યાજ બોડાવી કોઈ ખંદા પરઠવે રે,
તો મૂલ આપું સમ ખાય. ….મૂલડો
હાટડું માંડું રૂડા માણેકચોકમાં રે,
સાજનિયાંનું મનડું મનાય,
આનંદઘનપ્રભુ શેઠ શિરોમણિ રે,
બાંહડી ઝાલજો રે આય….મૂલડો
~ આનંદઘન (ઈ 17મી સદી)
જ્ઞાનમાર્ગી જૈન કવિ. રાજસ્થાની ભાષાની છાંટ.

Pingback: 🍀8 જુલાઇ અંક 3-1206🍀 - Kavyavishva.com
સરસ કાવ્ય
સરસ ભાવાભિવ્યકતી, ગઝલ
Pingback: 🍀9 જુલાઇ અંક 3-1207🍀 - Kavyavishva.com
વાહ સરસ રચના..
મૂલડો,વ્યાજડો.. જેવા બોલીના શબદોથી કવિએ સુપેરે કામ પાર પાડ્યું છે.