મણિલાલ દેસાઈ ~ ઉંબરે ઊભી સાંભળું * Manilal Desai * સ્વર Nirupama Sheth

*બોલ વાલમના*

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના.

ગામને પાદર ઘૂઘરા વાગે,
ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વાલમનાં.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના.

કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વાલમના.
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના.

આજની જુદાઈ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ.
વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના.
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના.

~ મણિલાલ દેસાઈ (19.7.1939 – 4.5.1966)

જન્મદિને કવિને સ્મૃતિવંદના

પ્રસ્તાવના: હરીશ ભિમાણી * સંગીત: અજીત શેઠ * સ્વર: નિરુપમા શેઠ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “મણિલાલ દેસાઈ ~ ઉંબરે ઊભી સાંભળું * Manilal Desai * સ્વર Nirupama Sheth”

Scroll to Top