લતા હિરાણી ~ અવંતી આ આખી (સોનેટ) * Lata Hirani

🥀🥀

શ્રી ભવાનીશંકર જોષીની સ્મૃતિમાં યોજાયેલ
છંદોબદ્ધ કાવ્યસ્પર્ધા-2માં આ સોનેટ પ્રથમ  

પ્રાર્થના (શિખરિણી)

અવંતી આ આખી, અરવ પગલે આભ ઝળકે
પહાડો ને વૃક્ષો સઘન, સઘળે તું જ મલકે
અને રૂડા રૂપો, પરમ ઘટના કોણ સરજે !     
અદીઠા આધારો, મદદ તવની હે અમ સખે

અનેકો આકારો સતત નયને, વાહ રમતાં
અનાદિ આકાશો અજબ ચરખે ગોળ ફરતાં
ભરેલા આ ભાવો, સહજ છલકે નિત મનમાં
ઉમંગો હૈયામાં, મનસ રમતી રોજ રટણા

અને એકાંતોમાં, કવન નમણાં ઉર કવતી
સુખેથી સંભારું, સકલ ક્ષણને રોજ ધરતી
દિશા આઠે ઊગે, અરવ મનના સૂર સરજી    
જગાવે જાણે એ સમય ભરતી ભાવ ભવની

ગુરૂ દેવા તું છે, દરસ તમમાં પ્રાણ વસતા

ત્રણે લોકે તું છો, નયન અમના રોજ નમતા

~ લતા હિરાણી

મારી વાર્તા આપ નીચેની લિન્ક પર વાંચી શકો છો. આભાર.


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

32 thoughts on “લતા હિરાણી ~ અવંતી આ આખી (સોનેટ) * Lata Hirani”

  1. અરવિંદભાઈ દવે, ગારિયાધાર

    ખૂબ ખૂબ અભિનંદન લતાબેન…

  2. ” અનાદિ આકાશો અજબ ચરખે ગોળ ફરતાં” વાહ કેવી વિરાટ કલ્પના ! નખશીખ સુંદર સોનેટ ! લતાબેનને હાર્દિક અભિનંદન ! આ સોનેટ વાંચીને એમ કહેવાનું થાય કે લતાબેન,અમને વધુ સોનેટો આપો.
    પ્રફુલ્લ પંડ્યા

  3. Sandhya Bhatt

    બહુ જ આનંદ… લતાબહેન.. સરસ સૉનેટ થયું છે.,

  4. કુસુમ કુંડારીયા

    વાહ ખૂબ સરસ સોનેટ ખૂબ ખૂબ અભિનંદન

  5. પ્રથમ સોનેટ ને એય શિખરિણી છંદમાં! સોનેટ અને છંદમાં કાવ્ય રચવા બદલ લતાબહેનને અભિનંદન.

Scroll to Top