🥀🥀
*અનુભવીને એકલું આનંદમાં રહેવું રે*
અનુભવીને એકલું આનંદમાં રહેવું રે;
ભજવા શ્રી પરિબ્રહ્મ, બીજું કાંઈ ના કહેવું રે.
વેદ જોયા કિતાબ જોઈ, સરવ જોઈને જોયું રે;
પણ પ્રભુના નામ વિના, સર્વે ખોયું રે… અનુભવીને.
અવર કોઈના આતમાને, દુ:ખ ના દેવું રે;
સુખ—દુ:ખ જ્યારે આવી પડે, ત્યારે સહીને સહેવું રે.
જાપ અજપા જાપ જપે, ત્રણ લોકમાં તેવું રે;
મૂળદાસ કહે મોહ મદ મૂકી, મહાપદમાં રહેવું રે.
~ મૂળદાસ (ઈ. ૧૮મી સદીનો પૂર્વાર્ધ)
એ જેટલા જ્ઞાનના છે એથી વિશેષ ભક્તિના કવિ છે.

ભજન પરંપરામાં મૂળદાસની આ રચના જ્ઞાન સાથે ભક્તિ અને જીવનની આચારસંહિતાનો પણ નિર્દેશ કરે છે. વંદન.
ખુબ સરસ ભકિત રચના આવા કાવ્યો ઉર્જાવાન હોય છે અભિનંદન કાવ્ય વિશ્વ
સરસ ભક્તિમય રચના.