
🥀 🥀
*આ આંસુઓ*
આ આંસુઓ
આંખના કણાની જેમ ખૂંચે છે
કોણે લખી દીધા એને
રાજપાટ
અમરપટ્ટે ?
તે વધતો જ રહ્યો છે
એનો ઠાઠ !
બરખાસ્ત થતી જ નથી
એની સભા !
શ્વાસના ચીંથરા ફાટતાં જાય
પણ
આંસુના નગરમાં જાણે
નવી નવી આંખો ઉગ્યા કરે !
આ આંસુને
હવે
જન્મ-મરણના ચોપડે નોંધાવો કોઈ !
~ લતા હિરાણી
મારી હાસ્યવાર્તા આપ નીચેની લિન્ક પર વાંચી શકો છો. આભાર.
પ્રકાશિત > વિ વિદ્યાનગર > 12-2022

વાહ, આંસુ ની એક નવી વ્યાખ્યા મળી.
“આંખો નો ઈતિહાસ લખો,
આંસુ શું છે ખાસ લખો” – ‘સાજ’ મેવાડા
wah
વાહ ખુબ સરસ આંસુ ના નગર મા નવી નવી આંખો ઉગ્યા કરે…સરસ કાવ્ય ખુબ ખુબ અભિનંદન
આભાર છબીલભાઈ
બહુજ સુંદર 👌
આભાર કિશોરભાઇ
Aansu to panpan nu patasu
આભાર સર.
બહુ જ સરસ
આભાર હરીશભાઇ