લતા હિરાણી ~ ઓચિંતાનો આવ્યો રે * Lata Hirani

🥀🥀

*અજવાળાનો ખળકો*

ઓચિંતાનો આવ્યો રે એ ઝળક ઝળક ઝળહળતો
અંદર બાહર
, બાહર અંદર, ફરી વાળ્યો ખળખળતો
આવ્યો અજવાળાનો ખળકો….

પગલાં સાચવતો મીરાંનાં, મંજીરા નરસીનાં
રગરગમાં એ રોપી દેતો
, રાજપાટ તુલસીના
નિજાનંદ છલકાવી દેતો
, નરવો એનો રણકો
આવ્યો અજવાળાનો ખળકો….

દીધાનું છે સુખ રે ભાઈ, લીધાનું તો ઋણ
જનમ જનમનાં ઊગે પૂણ્ય તો જીવડો થાય ઉઋણ
ગંગાના જળ વહે એટલું
, રોમ રોમમાં ફળતો
આવ્યો અજવાળાનો ખળકો….

~ લતા હિરાણી

ક્યારેક અચાનક ઝળાહળાં થઈ જતી પળો

આપ મારી વાર્તા નીચેની લિન્ક પર વાંચી શકો. આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

31 thoughts on “લતા હિરાણી ~ ઓચિંતાનો આવ્યો રે * Lata Hirani”

  1. ઝળહળતી પળોને આપણી સુધી પહોંચાડતું કવયિત્રીનું સૌને ગમે તેવું છે. ધન્યવાદ.

  2. kishor Barot

    અસ્તિત્વને ઓચિંતા અજવાળી દેતી ક્ષણોનો અદ્ભૂત સક્ષાત્કાર.

  3. રજનીકુમાર પંડ્યા

    બહુ ગમ્યું. લય હોવાને કારણે ગણગણવું ગમે એવું છે.

  4. Shreyans Shah

    અજવાળાનો ખળકો ઓચિંતો આવીને અઢળક અઢળક કરતો જાય – એ ભાવમાં એવા તો વસી જવાય કે બહાર નીકળવું ના સોરવે.

  5. Harish Dasani

    જેણે નિર્મલ દ્રષ્ટિ આપી તેને આપું ખુલ્લી આંખ

  6. જયેન્દ્ર શેખડીવાલા

    સુંદર ભાવ અને નિરૂપણ. કોઇ પાસે આહિર ભૈરવ માં કમ્પોઝ કરાવો

  7. અતિ સુંદર..
    દીધાનું છે સુખ રે ભાઈ,લીધાનું તો ઋણ
    જનમ જનમના ઉગે પુણ્ય તો જીવડો થાય ઉઋણ
    વાહ વાહ..અમાં તો બધું આવી ગયું.

Scroll to Top