બાલુભાઈ પટેલ ~ કરું ફરિયાદ & આંખને * Balubhai Patel

*ગીત*

કરું ફરિયાદ કોને હું?

કરું જ્યાં સ્નેહ સરવાળા,
થતી ત્યાં બાદબાકી (એ) શું?

નજરથી જ્યાં નજર મળતી,
ઢળે ત્યાં પાંપણો એ શું?

જઉં હું ચૂમવા ફુલને,
ખરે ત્યાં પાંખડી એ શું ?

ડુબાડે નાવ જ્યાં નાવિક,
ભુલાવે પથ પથિક એ શું?

ચખાડી પ્રેમ રસ કોઇ,
કરી પાગલ જતું એ શું?

~ બાલુભાઇ પટેલ

(25.9.1937 – 8.12.1992)

*મૃગજળ ઉપર*

આંખને વિશ્વાસ છે મૃગજળ ઉપર;
ત્યારથી જીવું છું દાવાનળ ઉપર.

એટલા માટે હું ભુલાઈ ગયો,
નામ તેં ટાંક્યું હતું ઝાકળ ઉપર.

સત્યને વિશ્વાસમાં લીધા વગર,
લોક જીવે છે ફક્ત અટકળ ઉપર.

એ ગયાં તે દીથી દરવાજો છે બંધ,
જાળાં પણ બાઝી ગયાં સાંકળ ઉપર.

શબ્દ ‘બાલુ’ આટલા મહેકે નહીં,
અશ્રુઓ ટપક્યાં હશે કાગળ ઉપર.

~ બાલુભાઈ પટેલ (25.9.1937 – 8.12.1992)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “બાલુભાઈ પટેલ ~ કરું ફરિયાદ & આંખને * Balubhai Patel”

Scroll to Top