
🥀 🥀
*હે રખડતા ડુચ્ચાજી*
(અસ્તવ્યસ્ત ઘર ભાળીને આવું થાય ?)
હે રખડતા ડુચ્ચાજી
અત્ર તત્ર સર્વત્ર ફરકતી, બળી તમારી ધજા
વશમાં રો’ ને, દો કાં ઘરને, ગયા જનમની સજા !
અણહકનું ભોગવતાં આડેધડ તમે ઓ ટુચ્ચા જી
રખડો કાં હે ડુચ્ચાજી !
ઘર મળ્યું આ એક તમોને ! કોણે આપી રજા ?
સુખાસનમાં પગ લંબાવી, તમે કરો છો મજા
આની કોર ઓછું પડ્યું તો ઓલી કોરના બુચ્ચાજી
રખડો કાં હે ડુચ્ચાજી !
શેઠ, તમારા ધંધાધાપા, ઘર ઘરમાં ના ઘાલો
જરા અમારી આંખોને પણ સુખના છાંટા આલો
નફા અને *ખાધો છે સરખા, જાણું તમને લુચ્ચાજી
રખડો કાં હે ડુચ્ચાજી !
(*ખાધો – નુકસાનો)
~ લતા હિરાણી
મારી વાર્તા વાંચી શકો છો. આભાર
હે રખડતા ડૂચાજી … વાહ..
આભાર વારિજભાઈ.
મજાની રમતિયાળ
આભાર કીર્તિભાઈ.
વાહ, નવા શબ્દો, સરસ અભિવ્યક્તિ
આભાર મેવાડાજી
વાહ ખુબ નવી અભિવ્યક્તિ ખુબ સરસ અભિનંદન
આભાર છબીલભાઈ.
બહુ મૌલિક વિચાર અને અનોખી રચના.અભિનંદન.
ગમ્યું. આભાર અને વંદન.
બહુ મસ્ત રચના 👍
ઘરે ઘરે અહીં મળશે તમને આવા કૈંક ડૂચ્ચાજી 😊
આભાર મનોજભાઇ
વાહ બહુત ખૂબ લતાજી…
આભાર ધીરેનભાઈ
ગજબની વાતોડીયણ છે આ ગૃહિણી
ડુચ્ચા સાથે પણ ગોઠડી કરી લે છે
આભાર શ્રેયાંસભાઈ
વિષયનું નાવિન્ય અને નિરૂપણ, બંને ગમ્યાં
આભાર કિશોરભાઇ
તળપદી ભાષા વૈભવનો લય… વાહ લતાબેન.. ખૂબ સરસ કાવ્યગીત…
આભાર સુરેશભાઇ
વિષયની ને અભિવ્યક્તિની નવીનતા! કહેવું પડે!
ગમ્યું રસીલાબેન