
🥀 🥀
કોઈ માના પેટમાં
બચ્ચું સળવળે
એમ જ
ડાળી પર પાંદડાઓ
હળવેકથી હાલે
ત્યારે
ઝાડને શું થતું હશે ?!!!
~ એષા દાદાવાલા
થોડા શબ્દોમાં એક તીવ્ર સંવેદના ઊભી કરવી અને લાંબી અસર છોડી જવી એ સારા અછાંદસનું લક્ષણ છે. વૃક્ષ અબોલ છે પણ જડ નહીં અને અહીં વૃક્ષની સંવેદનાનું કેવું સરસ શબ્દચિત્ર રજુ થયું છે!
🥀 🥀
તને કહી દઉં છું હું સાચે સાચું, મારી આંખોએ બેઠું ચોમાસું..!
ઘેરાતા હોય આકાશે વાદળા, મારી અંદર તું એમ જ ઘેરાતો,
વરસે તું ધોધમાર ને કદી સાવ ધીરો, છાતીમાં ડૂમો થઇ જાતો
આગાહી વિના સાવ ઓચિંતો, કોઈ વરસાદ જેમ આવે તો માનું..!!
આમ સામટી પ્રતીક્ષા મને ફાવતી નથી, હું શબરી નથી કે નથી મીરાં,
હું તો ઉતાવળી થાઉં તને મળવા, થોડા તારેય થવાનું અધીરા..!
મળવાનું રોજ રોજ થાયે મને મન તને શોધતા ક્યાં આવડે છે બહાનું..?
~ એષા દાદાવાળા
પ્રેમ, ફરિયાદ, મીઠો ગુસ્સો અને ઘણું બધું…..

બંને કાવ્યનું સરસ ભાવવિશ્વ રચાયું છે.
વાહ… કવિ કલમ દ્ધારા શું કમાલ કરી શકે છે તે આ ટૂંકી પણ માર્મિક કવિતા સમજાવી જાય છે.. ખૂબ ગમી… અભિનંદન….!
વાહ… કવિ કલમ દ્ધારા શું કમાલ કરી શકે છે તે આ ટૂંકી પણ માર્મિક કવિતા સમજાવી જાય છે.. ખૂબ ગમી… અભિનંદન….! ગીત કાવ્ય પણ ગમ્યું….