લતા હિરાણી ~ નીરવ રાતે સાંભળતી હું * Lata Hirani

‘ગુજરાત દીપોત્સવી’ (2024) માં પ્રકાશિત

*તારો એ પદચાપ* 

નીરવ રાતે સાંભળતી હું તારો એ પદચાપ
વણગાયાં ગીતોનો ઉઠતો હૈયામાં આલાપ
તારો એ પદચાપ…

ઝીણો ઝીણો દીવો બળતો, અજવાળાંનાં મોતી
ઝરમર ઝરમર ચહેરો તારો, વાદળમાં હું જોતી
ઝલમલતા અંધારા વચ્ચે, ઊગતો આપોઆપ
તારો એ પદચાપ…

નાવ થઈને તરતી રહું હું, અવકાશોના જળમાં
ભળવું હળવે હળવે, ગાતી લહેરો ને ખળખળમાં
ખીલતા ને ખુલતા શ્વાસોમાં રણઝણ થાતા જાપ
તારો એ પદચાપ…

છતમાંથી નીતરતા ચાંદરણાં ઓઢીને આવ
કૂંચી કારણની ફેંકીને, રોમ ફરકતા લાવ
પારિજાત પાલવમાં દેશે હળવે હાથે થાપ
તારો એ પદચાપ…

~ લતા હિરાણી

નીચે મારી વાર્તા વાંચી શકો છો. આભાર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

19 thoughts on “લતા હિરાણી ~ નીરવ રાતે સાંભળતી હું * Lata Hirani”

  1. નાવ થઈને તરતી રહું હું, અવકાશોના જળમાં…
    સંપૂર્ણ સુંદર રચના.
    સરયૂ

  2. Suresh Chandra Raval

    ખૂબ સુંદર ગીત કાવ્ય…. દરેક બંધ ચૂસ્ત અને અદભુત… અભિનંદન…

  3. Udayan Thakker

    બહોત પહલે સે હમ કદમોં કી આહટ જાન લેતે હૈં

Scroll to Top