કુમાર જિનેશ શાહ* Kumar Jinesh Shah  

ના સૂરજ, ના દીવો..
હું અકિંચન કાચનો કટકો.. બનું કોઈ અરીસો!

ઝગમગતા આ દીવા જેવું બળવાનું મન થાતું,
કોઈ ક્ષિતિજે સૂરજ થૈને પ્રગટવાનું મન થાતું.
ના સળગું, ના પ્રગટું, હું બસ ઝીલું ઝળહળ બિંબો

દીવાનું પણ મુખ ઝળકાવું એવો આવે અવસર
સાવ અંધારા ખૂણામાં હું દોરું સૂરજ નવતર.
ચાંદરણાંથી તમસ વચાળે મારું ઝલમલ ચીરો.

ના સૂરજ, ના દીવો..
હું અકિંચન કાચનો કટકો.. બનું કોઈ અરીસો!

~ કુમાર જિનેશ શાહ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

5 thoughts on “કુમાર જિનેશ શાહ* Kumar Jinesh Shah  ”

  1. ઝગમગતા આ દીવા જેવું બળવાનું મન થાતું,
    કોઈ ક્ષિતિજે સૂરજ થૈને પ્રગટવાનું મન થાતું.
    સરસ.

Scroll to Top