🥀 🥀
છેલાજી રે…
મારે હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો;
એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો
પાટણથી પટોળાં મોંઘાં લાવજો-છેલાજી
રંગ રતુંબલ કોર કસુંબલ,
પાલવ પ્રાણ બિછાવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો- છેલાજી
ઓલ્યા પાટણ શે’રની રે, મારે થાવું પદમણી નાર,
ઓઢી અંગ પટોળું રે, એની રેલાવું રંગધાર;
હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો-છેલાજી
ઓલી રંગ નીતરતી રે, મને પામરી ગમતી રે,
એને પહેરતાં પગમાં રે, પાયલ છમછમતી રે;
નથણી લવિંગિયા ને ઝૂમખાંમાં મોંઘાં મોતી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો- છેલાજી
સ્વરકાર-કવિ : અવિનાશ વ્યાસ
ગાયિકા : આશા ભોંસલે, ફિલ્મ : સોન કંસારી
સ્વર નિશા ઉપાધ્યાય * સંગીત ગૌરાંગ વ્યાસ
વાહ અવિનાશ વ્યાસ તો ગુજરાતી ગીતો ના ખુબ દિગ્ગજ ગીતકાર તેમની બધી રચનાઓ માણવા લાયક હોય છે અભિનંદન કાવ્ય વિશ્વ
કેટલું સરસ ભાતીગળ ભાવ વિશ્વ રચાયું છે. વાહ.
સૌને ગમતા કવિ અને સંગીતકાર..
ગાનાર પણ સરસ.