શૈલેષ ગઢવી ~ થોડાંઘણાં કબૂતર * Shailesh Gadhvi

🥀 🥀

કાવ્યવિશ્વ’માં સ્વાગત છે કવિના કાવ્યસંગ્રહનું

કાવ્યવિશ્વના ભાવકો કવિ શૈલેષ ગઢવીની કલમથી પરિચિત છે. જુનાગઢ જિલ્લાના મેંદરડા ગામે પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા આ કવિની કલમ પોતીકા અવાજને રજૂ કરે છે. વિચાર અને કલ્પનોનું નાવીન્ય એમની ગઝલોમાં જોવા મળે છે.

જુઓ – ‘ફોઇબાએ હરખથી રાખ્યું છે / જોઈએ ખુદનું કેવું નામ કરે!’

તો પરંપરાની વાતને શેરમાં કેવી સરસ રીતે એમણે વણી લીધી છે !

શંકા ને કુશંકાથી કહ્યું બેને મનોમન / ભાઈ, આ વખત બીજ અધૂરી ન રહી જાય !

પ્રણયભાવ તો રહેવાનો જ

સુંદરતા જરા એની પ્રથમ હું ચોરી બતાવું / ને સ્વર્ગની એક અપ્સરા હું દોરી બતાવું.

તો સાવ સામાન્ય બોલચાલની વાતમાંથી પણ કવિએ કેવું સૂક્ષ્મ સંવેદન નીપજાવ્યું છે !

‘જાઉં છું કંઈક બોલવા પાસે / એ કહે છે, પછીથી બોલાવું.’ – આ લગભગ બધાને વારંવાર થતો અનુભવ છે પણ અહીં જે એની ધાર નીકળી છે એ કાબિલેદાદ છે.

96 ગઝલ લઈને આવતા આ સંગ્રહને ઘણી વધામણી.    

થોડાંઘણાં કબૂતર * શૈલેષ ગઢવી * પ્રવીણ 2024

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

7 thoughts on “શૈલેષ ગઢવી ~ થોડાંઘણાં કબૂતર * Shailesh Gadhvi”

  1. વાહ ખુબ સરસ સ્વાગત સરસ રચનાઓ ખુબ ગમી

  2. વાહ..
    સરસ ગઝલો..
    કવિશ્રીના ગઝલ સંગ્રહને આવકાર અભિનંદન શુભકામનાઓ

  3. Shailesh gadhavi

    ખૂબખૂબ આભાર ‘કાવ્યવિશ્વ’ તથા લતાબેન 💐🙏

  4. Kamlesh Jethva

    ખૂબ સુંદર રચનાઓ. કવિ શૈલેષ ગઢવીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

  5. ‘સાંજ ‘ની નિરૂપાયેલી વ્યંજના સારી છે. છંદ દૃષ્ટિએ પણ ગઝલકાર દૃષ્ટાંત રૂપ ગણાય.આવકાર. અભિનંદન.

Scroll to Top