પરબતકુમાર નાયી ~ ત્રણ કવિતા * Parbatkumar Nayi  

🥀 🥀

ગઝલ

પોથીઓ દળદાર લઈને ક્યાં સુધી ફરશો તમે ?
પાઘડીનો ભાર લઈને ક્યાં સુધી ફરશો તમે ?

કૈંક યુદ્ધો પ્રેમથી જીતી શકાતાં હોય છે,
હાથમાં હથિયાર લઈને ક્યાં સુધી ફરશો તમે ?

અંતમાં તો ઓગળી વાયુ થવાનું હોય છે
અવનવા આકાર લઈને ક્યાં સુધી ફરશો તમે ?

કો’ક દી’ તો અર્થના ઊંડાણને તાગી જુઓ,
શબ્દનો શણગાર લઈને ક્યાં સુધી ફરશો તમે ?

વસ્ત્ર છાંદસ કે અછાંદસનાં નવાં પહેરો કવિ,
રોજ ગઝલો ચાર લઈને ક્યાં સુધી ફરશો તમે ?

 ~ પરબતકુમાર નાયી

વ્યંગ્ય લઈને આવતી આ મજાની ગઝલ.

મત્લાના શેરમાં જ પોતાની જાતને મહાજ્ઞાની માનીને ફરતા લોકો તરફ તીર તાક્યું છે. એમાં પાઘડીનું પ્રતીક દમદાર આવ્યું છે. બીજા શેરમાં એક સનાતન સત્યની રજૂઆત કરીને સામાન્ય માનવીને સીખ પણ અપાઈ છે. વેર-ઝેર છોડી પ્રેમનો રાહ અપનાવવાની. ત્રીજો શેર આધ્યાત્મિકતાને સ્પર્શે છે. તો ચોથા શેરમાં બની બેઠેલા સાહિત્યકારને કટાક્ષ અને પછી આવે છે કવિ ! ગઝલના ઉભરાઇ રહેલા જળ તરફ કવિનો અંગુલિનિર્દેશ છે.

વ્યંગ્ય તાકવા બેઠેલા આ કવિએ દરેક શેરમાં પોતાનું નિશાન છોડ્યું નથી અને ગઝલની સુંદરતાને પણ એટલી જ જાળવી છે.

🥀 🥀

ઢોલ નગારાં વચ્ચે ઝીણી ઝાંઝરમાં જઈ ભળું,
હું મને ખુદને મળું.

અવર લોકના અવગુણ જોવા ખૂબ રચ્યો’તો ખેલ,
કદી ન જોયો ખુદના તન પર અધમણ જૂનો મેલ,
વિધવિધ મહોરાં ફેંકી દઈને અસલ રૂપમાં ઢળું.

ઝાકઝમાળ જગતની જૂઠી, વ્યર્થ બધી પંચાત,
ભીતરની એક ચકમક કરતી અંધકારને મ્હાત!
મને નિરખવા મારા ગોખે, દીવો થઈ ઝળહળું.

~ પરબતકુમાર નાયી

છેલ્લી પંક્તિ વધુ ગમી.

🥀 🥀

વિસામો થઈ કપરી જિંદગીમાં બે ઘડી ફળજે,
ચરણને થાક લાગે સમયમાં તું મને મળજે !

કદી સૂરજ થવાનો ફંદ લઈ ફેરામાં ના પડતો,
જગતના કો ખૂણે ટમટમીને ધૂળમાં ભળજે !

ચમનમાં રોજ ફરનારા, તને એક વાત કહેવી છે,
ભ્રમરના ગુંજનો વચ્ચે કળીની ચીસ સાંભળજે !

શરત એક છે દુનિયાની: અહીં જીવંત દેખાવું.
ભલે અંતિમ દશા આવે છતાં, પણ સ્હેજ સળવળજે !

નથી કિસ્સો હું તારી જિંદગીનો ખબર છે પણ,
લખે તારી કથા તો હાંસિયામાં ક્યાંક સાંકળજે !

– પરબતકુમાર નાયી

‘ભલે અંતિમ દશા આવે છતાં પણ સ્હેજ સળવળજે !’ – ખૂંચી જાય એવો કાંટો  

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

69 thoughts on “પરબતકુમાર નાયી ~ ત્રણ કવિતા * Parbatkumar Nayi  ”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    પરંપરાગત ગઝલનું અનુસંધાન જાળવીને પણ સરસ મજાના શેર કવિએ આપેલા છે.

  2. Jigna Trivedi

    વાહ, બન્ને ગઝલો ઉપરાંત ‘ઢોલ નગારા વચ્ચે.. એ ગીત પણ ખૂબ ગમ્યું.કવિને ખૂબ અભિનંદન.

  3. Dipak Chauhan

    જગતના કો’ક ખૂણે ટમટમીને ધૂળમાં ભળજે !
    સૂરજ બની જગ નથી અજવાળું પરંતુ જ્યાં છીએ ત્યાં નાનો દીવો તો બનીએ..
    ઉપરોક્ત પંક્તિ ગમી…

  4. Hasmukh Mewada

    ચમનમાં રોજ ફરનારા, તને એક વાત કહેવી છે,
    ભ્રમરના ગુંજનો વચ્ચે કળીની ચીસ સાંભળજે..

    ખુબ રાજીપો…સાહેબ

  5. DR MAHESHKUMAR DHNAJIBHAI DABHI DABHI

    બાહ્ય આડંબરમાં રત દુનિયાનો સાચ્ચો કવિ.. એટલે પરબત નાઇ

  6. અમરતભાઇ વી માળી

    ખરેખર ખૂબ જ સુંદર કવિતા કવિશ્રી પરબતભાઇ નાયી સાહેબ.

  7. ખૂબજ સુંદર ગઝલ ની રચના કરવામાં આવી છે. હું ઇન ચાર્જ આચાર્ય શ્રી જામાભાઈ પટેલ દિયોદર પે કેન્દ્ર શાળા નં. તરફથી અભિનંદન આપું છું. કાર્ય સરસ.

  8. Mahesh Thakor

    ગુજરાતી પધ્ય રચનાને જીવંત કરતા કવિશ્રી પરબતભાઈ ને અભિનંદન

  9. Mitesh એન નાઈ

    સુંદર અને રશ વિભોર કરીદે તેવી કવિતા છૅ અભિનંદન

  10. PRAJAPATI BHARATKUMAR HAKMAJI

    હૃદયથી નીકળેલ શબ્દો હૃદય સોંસરવા નીકળ્યા વગર રહેતા નથી…

  11. JAYESH ACHARYA

    મન અને મગજ ને આધ્યાત્મિકતાથી તરબતર કરતી ખૂબ ઉત્તમ રચના સર જી

  12. ડૉ. કુલદીપકુમાર

    તમે અમારા પ્રદેશનું ગૌરવ છો, કવિ.
    તમામ ગઝલ મજાની.
    મળજે… ગઝલ સૌથી વધુ પસંદ.

  13. કિશોર બારોટ

    ઉજળી આશા જગાડતી એક સશક્ત કલમ.👌
    અભિનંદન, પરબતજી.

  14. Pulkit jaskiya

    શરત એક જ છે દુનિયાની: અહીં જીવંત દેખાવું.
    ભલે અંતિમ દશા આવે છતાં, પણ સ્હેજ સળવળજે !
    Heart touching
    અતિ ઉત્તમ..my dear friend પરબતભાઇ👌👌👌👌👌

  15. Kantibhai prajapati

    ખૂબ જ ઉત્તમ રચનાઓ આપના થકી સૌને મળી રહી છે…ખૂબ ખૂબ આભાર અને શુભેચ્છાઓ..

  16. Bharat parmar

    વિસામો થઈ.. બહુ અદભુત લખી છે આપે હું સ્વરાંકન કરવા ઉત્સુખ છું.. પરબત જી…

  17. ભોઈ વિષ્ણુભાઈ કવિ ચાતક

    ખૂબ જ ઉમદા રચના છે ભાઈ

  18. ડૉ.એલ. કે વાઘેલા

    કવિશ્રીની ત્રણેય રચનાઓ અદ્દભુત… હદયગમ્ય
    ખૂબ ખૂબ રાજીપો થયો
    ખોબલ ખોબલે અઢળક શુભેચ્છાઓ

  19. Lalitkumar J Padhar

    પાઘડીનો ભાર
    હાથમાં હથિયાર
    અવનવા આકાર
    શબ્દનો શણગાર
    ગઝલો બેચાર
    શબ્દોની સુંદર ગોઠવણ થકી માનવીને માર્મિક ટકોર,
    આ સુંદર ગઝલ થકી ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિમાં વધારો થશે 🌹🌹🌹🌹🌹🙏🙏

  20. વાહ ત્રણેય કાવ્યો ભાવસભર અને રસપ્રદ છે.

  21. VISHNU PANCHAL

    વાહ. સુંદર.
    માર્મિક રચનાઓ.

    કૈંક યુદ્ધો પ્રેમથી જીતી શકાતાં હોય છે,
    હાથમાં હથિયાર લઈને ક્યાં સુધી ફરશો તમે ?

    આ શેર વધુ ગમ્યો…

    અનંત શુભેચ્છાઓ દર્દસાહેબ.

  22. આનંદ આનંદ પરબતભાઇ, આજે ‘કાવ્યવિશ્વ’ ના visitors ની સંખ્યાનો રેકોર્ડ બન્યો અને comments માં પણ ….

    જબરદસ્ત ….. વાહ….

  23. Bharat Raval Raj

    ખૂબ સુંદર રચનાઓ.
    પરબતભાઈ નાયી એટલે શબ્દોના સોદાગર …તેમની રચનાઓમાં શબ્દો પણ પરની પક્કડ ખૂબ સુંદર છે.
    ખૂબ ખૂબ પ્રગતિ કરો તેવી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ.

Scroll to Top