અવિનાશ વ્યાસ ~ છાનું રે છપનું * Avinash Vyas

🥀 🥀

છાનું રે છપનું કંઇ થાય નઇ
ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય
એક ઘાયલ ને પાયલ બે છૂપ્યા છૂપાય નઇ
ઝાંઝરને સંતાડી રાખ્યું રખાય નઇ

આંખ્યો બચાવી ને આંખના રતનને
પરદામાં રાખીને સાસુ નણંદને
ચંપાતા ચરણો મળ્યુ મળાય નઇ

નણદી ને નેપૂર બે એવા અનાડી
વ્હાલા પણ વેરી થઇ ખાય મારી ચાડી
આવેલા સપનાનો લ્હાવો લેવાય નઇ

~ અવિનાશ વ્યાસ

🥀 🥀

છાનું રે છપનું * અવિનાશ વ્યાસ * આશા ભોંસલે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

6 thoughts on “અવિનાશ વ્યાસ ~ છાનું રે છપનું * Avinash Vyas”

  1. Kaushal yagnik

    Ever green song
    Vah
    સંગીત મય નવું વર્ષ
    શુભેચ્છા સર્વે ને

  2. નવી સાલ સૌને મુબારક. લતાજી ગુજરાતી ગીતો બખૂબી ગયાં છે.

Scroll to Top