હરીશ મીનાશ્રુ ~ જરી ફુરસદ મળી છે * સ્વર ~ અમર ભટ્ટ

🥀 🥀

જરી ફુરસદ મળી છે તો મરી પરવારવું, સાધો
કબરની સાદગીથી ઘર હવે શણગારવું, સાધો

‘સમજ પડતી ન’તી તેથી બીડ્યા’તા હોઠ સમજીને
બધું સમજી ચૂક્યાં તો શું હવે ઉચ્ચારવું, સાધો

તને મજરે મળી જાશે રુદનની ક્ષણ બધી રોશન
ગણતરી રાખી શીદ એકેક આંસુ સારવું, સાધો

અગર ધાર્યું ધણીનું થાય છે તો બેફિકર થઈને
અમસ્તી આંખ મીંચીને ગમે તે ધારવું, સાધો

સિતમનો હક્ક બને છે એમનો, શું થાય સ્નેહી છે
અગર ગુસ્સો ચડે તો ફૂલ છૂટ્ટું મારવું, સાધો

સમય ને સ્થળનો વીંટો વાળીને એને કર્યો સુપરત
બચ્યો છે શબ્દ જેને આશરે હંકારવું, સાધો’

~ હરીશ મીનાશ્રુ

સ્વરકાર અને સ્વર અમર ભટ્ટ

(કાવ્યસંગીત: મનનો રવિવાર ને એકાન્તનો શણગાર)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

5 thoughts on “હરીશ મીનાશ્રુ ~ જરી ફુરસદ મળી છે * સ્વર ~ અમર ભટ્ટ”

Scroll to Top