વેણીભાઈ પુરોહિત ~ માઝમ રાતે * Venibhai Purohit

🥀🥀

માઝમ રાતે  નીતરતી નભની ચાંદની
અંગે અંગ ધરણી ભીંજાય માઝમ રાતે

સૂનો રે મારગ ને ધીમો ધીમો વાયરો
એના જોબનિયા ઘેલા ઘેલા થાય
આભલા ઝબૂકે એની સંગ રે સુંદર
ઓ..ગીત કાંબિયુંનું રેલાય
હે રે એને જોઈ આંખ અપલંકી થાય
માઝમ રાતે

કેડે બાંધી’તી એણે સુવાસણી
એમાં ભેદ ભરેલ અણમોલ
એક ડગલું એક નજર એની
એનો એક કુરબાનીનો કોલ
એ ઝૂલે ગુલ ફાગણનું ફૂલદોલ, ફૂલદોલ
માઝમ રાતે

નેણમાંથી નભના રંગ નીતરે રે
એનો ઝીલણહારો રે દોલ
હશે કોઈ બડભાગી વ્હાલીડો પ્રીતમ
જેને હૈડે ફોરે ચકોર
હે સપનાની કૂંજ કેરો મયુર
માઝમ રાતે

માઝમ રાતે  નીતરતી નભની ચાંદની
અંગે અંગ ધરણી ભીંજાય માઝમ રાતે

~ ગીતઃ વેણીભાઈ પુરોહિત

🥀🥀

સ્વર: લતા મંગેશકર * સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

1 thought on “વેણીભાઈ પુરોહિત ~ માઝમ રાતે * Venibhai Purohit”

Scroll to Top