હરીન્દ્ર દવે ~ મેળે નહીં આવું * સ્વર લતા મંગેશકર

🥀 🥀

ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,
મેળાનો મને થાક લાગે;
મારે વહેતે ગળે ન હવે ગાવું,
મેળાનો મને થાક લાગે.

ક્યાં છે વાયરાની પ્રાણભરી લ્હેરી ?
ક્યાં છે નેહભર્યો સંગ એ સુનેરી ?
ક્યાં એ નજરું કે જેણે મને હેરી ?
સખી, અમથું અમથું ક્યાં અટવાવું,
મેળાનો મને થાક લાગે;

ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,
મેળાનો મને થાક લાગે.

એના પાવાનો સૂર ક્યાંય હલક્યો ?
એનો કેસરિયો સાફો ક્યાંય છલક્યો ?
એના હોઠનો મરોડ ક્યાંય મલક્યો ?
કહો એવા વેરાને કેમ જાવું,
મેળાનો મને થાક લાગે;

ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,
મેળાનો મને થાક લાગે.

~  હરીન્દ્ર દવે

સ્વર : લતા મંગેશકર * સંગીત દિલિપ ધોળકિયા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

2 thoughts on “હરીન્દ્ર દવે ~ મેળે નહીં આવું * સ્વર લતા મંગેશકર”

Scroll to Top