🥀 🥀
અર્વાચીન ગુજરાતી ગદ્યનું પ્રથમ ખેડાણ કરનાર તરીકે પણ દલપતરામનો નિર્દેશ થાય છે. નિબંધલેખક તરીકે ગદ્યને તેઓ પોતાના વ્યક્તિત્વનો સ્પર્શ નહિ જેવો જ આપી શક્યા છે. પણ દલપતરામને માટે છેવટ લગી પદ્ય સાહજિક વાહન હતું. અવસાનના થોડા દિવસ પહેલાં તેમણે,
‘માનવીઓ માત્ર પાસે રે ! હું માફી માગું’
એમ ઉદગારવાળું પોતાના અવસાનની તિથિ માટેની ખાલી જગાવાળું વિદાયગીત રચેલું, જે દલપતરામના સાત્વિક સ્વભાવનું દ્યોતક છે.

સાદર વંદના.
ખરું, એમનું આખું આ ગીત મારા વાંચવામાં આવેલું છે. કદાચ ઘણાને પોતાના મરણ પહેલાં આવું કંઈક કહેવાનો વિચાર આવતો જ હશે.
કવિશ્રીને વંદન.
આખું ગીત મળી શકે?
આખું ગીત મળી શકે?
પ્રયત્ન કરું. મળે તો આપું. રસ લેવા બદલ આભાર
પ્રયત્ન કરું. મળે તો આપું. રસ લેવા બદલ આભાર
મરણ શય્યા પર સૂતેલ કવિ હદયની અનુભૂતિ કંઈક અલગ જ હશે… કેટલીક અધૂરી અભિલાષા બાકી હશે.. કંઈક કેટલુય સાહિત્ય ક્ષેત્રે ખેડાણ બાકી હશે…! પણ તે બધું છોડી મૃત્યુ દેવને શરણે જતી હશે ત્યારે શું તે બધીજ ઈચ્છાઓ છૂટી જતી હશે.. ?
આ કાવ્ય મૂકવા વિનંતી
શોધું. મળે તો જરૂર મૂકું.