ડો. પ્રવીણ દરજી ~ ‘અથ च’ (કાવ્યસંગ્રહ) * Dr. Pravin Darji

🥀 🥀

ઈચ્છાના આકાશે રમવામાં, ઝંખનાના શિખરો સર કરવામાં, તરસના પાતાળો છાતીએ ધરબવામાં કવિને કોણ પહોંચે ? કદાચ એ જ કવિની પ્રકૃતિ છે, નિયતિ છે, એટલે જ એ કવિ છે અને એટલે જ એ સામાન્ય નથી.

પદ્મશ્રી કવિ ડો. પ્રવીણ દરજીના આ બંને કાવ્યો જુઓ. ‘આરણ્યક’ – નાયકને અરણ્યને છાતીસરસું ચાંપી આરણ્યક બની જવાની ઝંખના છે તો ‘પૂર્ણિમાની રાત્રિએ’માં પ્રિય વ્યક્તિના નામથી સમસ્ત અવકાશને ભરી દેવાની તરસ…. કવિ જે ઝંખે એ સમગ્રતાથી. એને ઓછું-અધૂરું કશું ન ખપે. સમાધાન શબ્દ કવિને ક્યારેય સ્વીકાર્ય ન હોય. એટલે જ શબ્દો એને દરિયાની જેમ મળે, ભાવો એના ધોધની જેમ ધોધમાર ફરી વળે. સંપૂર્ણતાનો આરાધક એ કવિ !

‘કાવ્યવિશ્વ’માં સ્વાગત છે,

કાવ્યસંગ્રહ ‘અથ च’ * ડો. પ્રવીણ દરજી * 2020   

નોંધ : ‘કાવ્યવિશ્વ’ને મળેલા કાવ્યસંગ્રહોની નોંધ અગાઉ એક જુદા વિભાગમાં લેવાતી હતી. એ વિભાગ બંધ કર્યો હોવાથી અગાઉ મળેલા પુસ્તકોને ફરી આમ સમાવવાનો પ્રયાસ છે. આભાર – સંપાદક

(કવિનો ‘અછાંદસ’ કવિતા વિશેનો લેખ તથા કવિ પરિચય પણ નીચેની લિંકથી વાંચો. આભાર)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “ડો. પ્રવીણ દરજી ~ ‘અથ च’ (કાવ્યસંગ્રહ) * Dr. Pravin Darji”

  1. પદ્મશ્રી કવિ, સાહિત્યકાર પ્રવિણ દરજી ના કાવ્યો અને નિબંધ લેખોનો હું ચાહક છું. બંને કાવ્યોની આપની આસ્વાદીક નોંધ ગમી.

Scroll to Top