ઉદયન ઠક્કર ~ ગુમાઈ છે * Udayan Thakkar

🥀🥀

ગુમાઈ છે, ગુમાઈ છે, ગુમાઈ છે,

કોન્વેન્ટ સ્કૂલનાં કંપાઉન્ડમાંથી,

સંચાલકો અને માતા-પિતાની,

બેદરકારીને કારણે,

પલક મીંચવા-ઉઘાડવા વચ્ચેની કોઈ ક્ષણે…..

ગુજરાતી

વાંચતી–લખતી એક આખી પેઢી.

ઓળખવા માટે નિશાની : કાનુડાએ

કોની મટકી ફોડી ? -એમ પૂછો તો કહેશે,

જેક એન્ડ જિલની…..

ગોતીને પાછી લાવનારને માટે,

ઇનામ…

એકેય નથી.

કારણ કે એ હંમેશને માટે ગુમાઈ ચૂકી છે.

~ ઉદયન ઠક્કર

સાચી, સચોટ પીડાકારક વાત.

આંતરાષ્ટ્રિય માતૃભાષા નિમિત્તે આપ સૌને અર્પણ….

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “ઉદયન ઠક્કર ~ ગુમાઈ છે * Udayan Thakkar”

Scroll to Top