જ્યોતિ હિરાણી ~ તરસના દરિયે * Jyoti Hirani

🥀🥀


તરસના દરિયે ડૂબું ડૂબું થતી

નૌકાના

સઢમાંથી પડી ગયેલો પવન

આગિયાનું તેજ લઇ શોધ્યા કરે છે

દૂર ક્ષિતિજની પેલે પારનાં

વાંસવનનાં ગાઢઅંધારામાં

કોઈ સાંજે રોપેલી ઇચ્છાને એકાદ

અંકુર ફૂટ્યાની વાત.

~ જ્યોતિ હિરાણી

નમણું કાવ્ય !

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

5 thoughts on “જ્યોતિ હિરાણી ~ તરસના દરિયે * Jyoti Hirani”

Scroll to Top