દિનવિશેષ : ભગીરથ બ્રહ્મભટ્ટ ~ કોણ બતાવે કેડી ? * Bhagirath Brahmabhatt

🥀 🥀

*કોણ બતાવે કેડી?* 

કોણ બતાવે કેડી?
કોના રે અણસારે ચઢતી ચપચપ કીડી મેડી!

સૈયર સાથે જાતર જાતી
મારગ લેતી મીઠો
મોરસદાણો મેડી ઉપર
દીવા જેવો દીઠો
ગોવર્ધન શો મોરસદાણો માથે લીધો તેડી!
કોણ બતાવે કેડી?

મુખમાં દાણો પગમાં ઝાંઝર
દોડે દડબડ એવું
ઝરમર ઝરમર વર્ષાકાલે
ટપકે ટપટપ નેવું.
ધ્યાન-ધરમના ધજાગરા નહિ, કરમો લેવાં ખેડી!
કોણ બતાવે કેડી?

~ ભગીરથ બ્રહ્મભટ્ટ

કેવા કેવા કે કયા કયા વિષય પર કવિતા રચી શકાય ? એના જવાબમાં સામે સમસ્ત બ્રહ્માણ્ડ રજૂ કરવું પડે. અહીં નાનકડી કીડીની કવિતા રચીને કવિએ કેવી કેડી ચીંધી દીધી છે ! જી, એક કીડી જરૂર કેડી બતાવી શકે. કીડી જ શા માટે, દૃષ્ટિ હોય તો આ સમસ્ત સૃષ્ટિના એક એક જીવ, એક એક તત્ત્વ આપણને મારગ ચીંધી શકે.   

કવિએ મોરસદાણાને ગોવર્ધન પર્વતનું પ્રતીક આપી કીડીને કૃષ્ણની કક્ષાએ મૂકી દીધી છે તો ‘પગમાં ઝાંઝર’થી કબીરસાહેબને પ્રત્યક્ષ કર્યા છે…

છેલ્લી પંક્તિ ‘ધ્યાન-ધરમના ધજાગરા નહિ, કરમો લેવાં ખેડી!’ અદભૂત !

આખુંય કાવ્ય અદભૂત !

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “દિનવિશેષ : ભગીરથ બ્રહ્મભટ્ટ ~ કોણ બતાવે કેડી ? * Bhagirath Brahmabhatt”

  1. રેખાબેન ભટ્ટ, ગાંધીનગર

    ભગીરથ બ્રહ્મભટ્ટનાં બધાં કાવ્ય ગીત ગમ્યાં… કેડી કોરો કાગળ….નવતર કલ્પના… વાહ

  2. 'સાજ' મેવાડા

    આદરણીય લતાજી, આપની કાવ્ય પસંદગીને સલામ. આપે આ ગઝલમા જે અનુભવ વાણી કાવ્ય સંદર્ભે આસ્વાદી છે, વાંચી ખૂબ જ આનંદ થયો.

  3. Kirtichandra Shah

    સુંદર રચના પાત્ર ની પસંદગી ને એનો પ્રવાસ ને એમાં ભભરાવયો મર્મ 👌

Scroll to Top