ચેતન શુક્લ ~ કેવી લીલાલહેર 

કેવી લીલાલહેર ~ ચેતન શુક્લ

વાદળના ફુગ્ગાઓ રણમાં દોડધામની સાથે કરતાં તડકાની હેરફેર
…..એને કેવી લીલાલહેર !

ધારદાર કિરણોએ હળવે થોરના થડિયે મારી લીધો ઝીણો એક ઉઝરડો,
શાણો ઝીણો પવન બિચારો ધીમે ધીમે થાબડતો રહે ખરબચડો એ બરડો,
તડકાઓ કંઈ કમ નથી, એ તાપ-ધાડ ને લૂંટ મચાવી દેતાં પીળ ડફેર.
……લાગે કેવી લીલાલહેર !

સવાર પડતાં રેતીમાંના પડછાયાને હળવે હળવે જેણે પહેરી લીધો,
સંધ્યા ટાણે કરવત માફક ઝીણાં ઝીણાં કણકણમાં પણ એણે વહેરી લીધો,
સૂરજનું રજવાડું રાતે થઇ જાતું ઓઝલ, ને એમાં તારા વેરવિખેર.
……કરતાં કેવી લીલાલહેર !

ચેતન શુક્લ

‘લીલાલહેર’ના શબ્દલય અને અર્થછાયા મનમાં હળવેથી ડોલાવી દે એવાં…. મૂળે તો લીલાલહેર અનુભવી શકાય એવી કવિતાઓ જ ઓછી મળે!

વાદળના ફુગ્ગાઓ તો સમજી શકાય પણ એને તડકાની હેરફેર કરતાં બતાવવાનું કલ્પન ગમે એવું છે. એવી જ રીતે થોરનો બરડો પંપાળતો પવન! વાહ …. ગમી જાય એવું મજાનું પ્રકૃતિ ગીત!

OP 25.9.22

***

Dipakvalera

25-09-2022

બહુ સરસ

સાજ મેવાડા

25-09-2022

વાહ, સરસ પ્રકૃતિ સંવેદનનો અનુભવ.

ઉમેશ જોષી

25-09-2022

તડકાની હેરફેર…વાહ કવિ ચેતન શુક્લ..
સરસ અભિવ્યક્તિ રચનામાં થયેલ છે..મનને સ્પર્શી જાય છે.
અભિનંદન.

છબીલભાઈ ત્રિવેદી

25-09-2022

ખુબ સરસ રચના જેમ ઝવેરી હિરા ની પરખ કરે તેમ આપ કાવ્ય ના મર્મ ની પરખ કરો છો તેમ ખુદ કવિ કહે છે ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

ચેનમ

25-09-2022

આભાર કાવ્યવિશ્વ…..કવિ જગતનું વિશ્વ જ અનોખું છે….એમાં આ રીતે ઝીણું કામ નજરમાં આવે તે માટે શુભેચ્છા….આભાર

9.6.21

Sarla Sutaria

05-07-2021

વાહ… હળવેથી પ્રકૃતિને ઊઘાડતું મજાનું ગીત ??

Jayshree Patel

09-06-2021

બહુ જ સરસ પ્રકૃતિ.. લીલાલહેર..?

Chetan Shukla

09-06-2021

આભાર કવિતાને વધાવવા બદલ.

રેખાબેન ભટ્ટ

09-06-2021

કેવી લીલાલહેર!ચેતન શુક્લ ની સુંદર કવિતા. પ્રકૃતિની વાત નવી જ રીતે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top