આપાભાઈ ગઢવી ~ હું તો

આપાભાઈ ગઢવી ~ હું તો કાગળિયાં લખી લખી થાકી

હું તો કાગળિયાં લખી લખી થાકી,
કાનુડા તારા મનમાં નથી.

આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા,
મારા કાળજડાં ઠરી ઠરી જાય રે,
પાતળીયા તારા મનમાં નથી….. હું તો…..

આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા,
મારા પાવનિયાં બળી બળી જાય રે,
છોગાળા તારા મનમાં નથી….. હું તો…..

આવા ચોમાસાનાં ચાર ચાર મહિના આવ્યા,
મારી ચૂંદલડી ભીંજાઇ ભીંજાઇ જાય રે,
કાનુડા તારા મનમાં નથી.

હું તો કાગળિયાં લખી લખી થાકી,
કાનુડા તારા મનમાં નથી.

~ આપાભાઈ ગઢવી 

કવિ શ્રી પ્રશાંત કેદાર જાદવનો ફોન આવ્યો કે આ લોકગીત નથી પરંતુ આપાભાઈ ગઢવી આના ગીતકાર છે. આભાર પ્રશાંતભાઈ. 

OP 15.7.22

***

કાવ્ય : આપાભાઈ ગઢવી સ્વર : દિવાળીબેન ભીલ

***

આભાર

17-07-2022

આભાર છબીલભાઈ

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

છબીલભાઈ ત્રિવેદી

15-07-2022

ખુબ ખુબ સરસ લોકગીત અને અેટલોજ મધુર પદ્મશ્રી દિવાળી બેન નો અવાજ આભાર લતાબેન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top