‘સફેદ અંધારું’માંથી થોડીક પંક્તિઓ ~ ભારતી પ્રજાપતિ
કાંતે ના મન રેંટિયો થઈ કદી, ના એ વસંતો વણે
પંખીડા સતના મરે સરહદે, ગોળી ઉજાસો ચણે.**
રંગભરી સંધ્યાને ખેરવી દે મારામાં
આભને સમેટીને સેરવી દે મારામાં. **
પૂછે સૌ આંખોના અજવાળાં જોઈ
અંધારી રાતને કેમ કરી ધોઈ ?**
મુઠ્ઠીભરી મેં વાવ્યો જે દિ’ ભીતર આગ ને તડકો
ઊગ્યો સૂરજ ધગધગતો ત્યાં લઈને તેજનો ભડકો. **
ટૂંકી વેંત પડે કલમોની, ‘જી હો જી’ના ગાણાં ગાવાં
બે-ત્રણ માનવમૂર્તિ થાપી, જાય નિરંતર જપતા જાવા.**
શ્વેતનો અનુવાદ જ્યાં કાળો થયો
કેમ ના ત્યાં કોઈ હોબાળો થયો ?**
દર્દના કંકાસમાં જો હો નવું કૈં તો કહો
રોજના આ પ્રાસમાં જો હો નવું કૈં તો કહો.**
~ ભારતી પ્રજાપતિ
“આ કાવ્યસંગ્રહ નહીં, સ્વપ્ન હતું મારું !” – ભારતી પ્રજાપતિ આ પ્રથમ કાવ્યસંગ્રહ ‘સફેદ અંધારું’માં ગઝલ, ગીત અને અછાંદસ કાવ્યો લઈને આવ્યા છે.
કવિને હૃદયથી અભિનંદન…. કલમમાં બળ પૂરાતું રહો…..
OP 25.6.22
***
ભારતી પ્રજાપતિ
01-07-2022
ખુબ ખુબ આભાર ,લતાબેન આપનો. ભાવપૂર્વક વંદન.
Jigna mehta
25-06-2022
Wah Abhinandan kavi ne
છબીલભાઈ ત્રિવેદી
25-06-2022
ખુબ ખુબ અભિનંદન સરસ મજાની રચના આભાર લતાબેન
દીપક વાલેરા
25-06-2022
અભિનંદન
