વર્ષા દાસ ~ નામ બોલાયું ને !*Varsha Das

નામ બોલાયું ને ~ વર્ષા દાસ

નામ બોલાયું ને

મડદાઘરમાંથી

મડદું બહાર લવાયું.

નામ અને શરીરનું

અગ્નિસ્નાન પૂર્વનું

બસ, આ છેલ્લું ઐક્ય !

~ વર્ષા દાસ

ચોટદાર કાવ્ય !

અહીંયા ‘નામ’ નાયક બની ગયું છે અને નામ તેનો નાશ એવું આપણે કહીએ છીએ. શરીરનો નાશ થયા પછી નામ સ્વજનોના હૃદયમાં જરૂર રહે પણ ત્યાં શરીર ન હોય ! બાકી બધેથી તો એ નામ ‘કમી’ કરવામાં આવે ! એ બેંક એકાઉન્ટ હોય કે જમીન જાયદાદ હોય ! નામ અને શરીરનો છેલ્લો સંબંધ એ સ્મશાનગૃહ ! કારમી પણ વાસ્તવિકતા છે આ. જે નામને જતન કરી જાળવ્યું, એકાત્મકતા એની હદ સુધી સ્થપાઈ, એની સાથેનો સંબંધ છૂટ્યો ને નામની વાર્તા પૂરી !

OP 22.6.22

***

આભાર

25-06-2022

આભાર છબીલભાઈ, વિવેકભાઈ, મેવાડાજી, દીપકભાઈ, કાજલબેન.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો પણ આભાર

કાજલ શાહ

23-06-2022

વાહ વાસ્તવિકતા ખૂબ સરસ
આટલા ઓછા શબ્દોમાં ચોટદાર વાત 👌👌👌👌

સાજ મેવાડા

22-06-2022

વાહ, થૌડામાં ઘણું

સાજ મેવાડા

22-06-2022

વાહ, થૌડામાં ઘણું

સાજ મેવાડા

22-06-2022

વાહ, થૌડામાં ઘણું

દીપકભાઈ કે ગોહેલ.

22-06-2022

વાહ, સરસ.
ટૂંકું ને ટચ અને હૃદય સ્પર્શી.

વિવેક મનહર ટેલર

22-06-2022

ગાગરમાં સાગર તે આનું નામ…

સટિક!

છબીલભાઈ ત્રિવેદી

22-06-2022

અત્યંત સંવેદનશીલ કાવ્ય નામ એનો નાશ નક્કી છે પરંતુ સારા કર્મો થકી મનુષ્ય સદાય જિવીત રહેતો હોય છે આભાર લતાબેન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top