પ્રતિભા ગજેરા ~ જ્યારે જ્યારે 

જ્યારે જ્યારે હું

ઘરખર્ચનો હિસાબ કરું છું

ત્યારે લાગે છે કે હું એક રાજ્ય ચલાવું છું.

જ્યારે હું

રસોડામાં રાંધવા ભરાઈ જાઉં છું

ત્યારે લાગે છે હું એક મહાન શેફ છું.

જ્યારે હું

ઘરના માંદા સભ્યોને સંભાળું છું

ત્યારે લાગે છે કે હું સારી ડોકટર છું.

જ્યારે હું બાળકોને ભણાવું છું

ત્યારે લાગે છે કે હું સારી ગુરુ છું

જ્યારે હું

છોકરાઓના ચિત્રોમાં રંગ પૂરું છું

ત્યારે લાગે છે કે હું સારી ચિત્રકાર છું.

જ્યારે હું મનની વાત કાગળ પર લખુ છું

ત્યારે લાગે છે કે હું સારી લેખિકા છું  

પણ

જ્યારે જ્યારે પતિ સામે આવે છે

ત્યારે લાગે છે કે હું માત્ર પત્ની છું

અને

બધાં જ ખિતાબો ખરી પડે છે.

પ્રતિભા ગજેરા  

સાવ સામાન્ય લાગતી શરૂઆત અંતે ચોટ આપી જાય છે.

એક ગૃહિણી એક રાજ્ય ચલાવતી હોય છે. ઘરના હિસાબકિતાબથી માંડીને મહેમાનોની સરભરા સુધીના બધા જ ક્ષેત્રો એ સરસ રીતે નિભાવતી હોય છે. મા પાસેથી જે શીખીને આવી અને એમાં પોતાના અનુભવો અને સમય સંજોગોએ જે ઉમેર્યું એ એનું ભાથું. ઘર ચલાવવા માટે એણે કોઈ અભ્યાસક્રમ કર્યો નથી હોતો કે નથી હોતી કોઈ વ્યાવસાયિક તાલીમ પણ તેમ છતાંયે આ બધુ સહજરીતે નિભાવવું એ સ્ત્રીના લોહીમાં વહેતું હોય છે.

‘અને બધાં જ ખિતાબો ખરી પડે છે.’ આટલા શબ્દોમાં કવિએ કેટલું બધુ કહી દીધું છે ! ઓફિસમાં પ્રમોશન માટે ટળવળતા કે વખાણના બે શબ્દો સાંભળવા માટે બોસને મસકા મારતા અથવા એકાદ નાનકડા ખિતાબ માટે ગૌરવથી ફુલાતા પતિને સ્ત્રીના કામને કે એની એકાદ કુશળતાનેય બિરદાવવાની જરૂર નથી લાગતી ! પ્રશંસાના બે શબ્દો સાંભળવા સૌને ગમે છે, સ્ત્રીઓ એમાંથી બાકાત કેમ હોઈ શકે ? પણ મોટેભાગે એણે પોતાની પીઠ જાતે જ થાબડી લેવાની હોય છે.

OP 20.6.22

આભાર

21-06-2022

આભાર છબીલભાઈ. વિવેકભાઈ, મેવાડાજી.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો પણ આભાર

સાજ મેવાડા

20-06-2022


સત્સાય કહ્વયું. “સામાન્ય લાગતી શરૂઆત અંતે ચોટ આપી જાય છે.”

વિવેક મનહર ટેલર

20-06-2022

સરસ કાવ્ય

છબીલભાઈ ત્રિવેદી

20-06-2022

હ્રદયસ્પર્શી કવિતા પુરુષ પ્રધાન સમાજ કયારેય પોતાનો ઈગો મુકી શકશે નહી સરસ કાવ્ય આવા વિવિધતા સભર કાવ્યો નો રસથાળ અેટલે આપણુ કાવ્યવિશ્ર્વ આભાર લતાબેન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top