ઊડ ઊડ કરતું
ઊડ ઊડ કરતું એક, બીજું નિરાંત કરે છે,
અંદરના પંખીની સંતો વાત કરે છે !
એક પલકમાં તરણા માફક તૂટી જાશે.
ઈચ્છા વચ્ચે ઊભો જે ઠકરાત કરે છે.
અક્ષરનો મહિમા તો બંધુ ઓહો! ઓહો!
ક્ષણમાં નશ્વર હોવાને રળિયાત કરે છે.
ભીતરના અજવાસની ભોગળ વાસી દઈને
સાવ અમસ્તો સૂરજની પંચાત કરે છે.
‘આ માટીની મહેફિલમાં મહેમાન હતો હું,’
‘સાધુ’ કેવી દરવેશી રજૂઆત કરે છે !
~ શ્યામ સાધુ
સંતો જે અંદરના પંખીની વાત કરે એ અમૃતના અજવાળે ઉડનારું હોય…
નશ્વર અસ્તિત્વમાં ‘રળિયાત’ અનુભૂતિ શબદને સથવારે સધાય…..
છીછરું જીવતા માનવી પર બીજા અને ચોથા શેરમાં કેવો કટાક્ષ વેર્યો છે !
પાંચેય શેરની ગૂંથણી જુઓ, એક શેર ‘વાણી’ ને પછીનો ‘અવળવાણી’
કવિ શ્યામ સાધુના જન્મદિને શત શત વંદન….
OP 15.6.22
***
સાજ મેવાડા
15-06-2022
પહૈલા મત્લાના શેરમાં ઉપનસીદો ના વૃક્ષ પર બેઠેલા બે પંખીનો સંદર્ભ લાગે છે.
છબીલભાઈ ત્રિવેદી
15-06-2022
વાહ ખુબ સરસ રચના સંતો જેને અંદર ના પંખી કહે છે ખુબ આપનો કાવ્ય પરિચય
Varij Luhar
15-06-2022
અંદરના પંખીની સંતો વાત કરે છે… વાહ વાહ
