ક્યારેક અંધકારે ~ શ્યામ સાધુ
ક્યારેક અંધકારે ટહુકો કરી લીધો
ક્યારેક સૂની યાદના દીવા બળી ગયાં
એકેય રંગ આપણે પ્હેરી શક્યા નહીં,
સો વાર પેલા મોરનાં પીંછા મળી ગયાં
આંસુની હર દીવાલે હજુ એના ડાઘ છે
કૈં કેટલાંય મીણનાં પૂતળાં ગળી ગયાં
શોધું છું બારમાસીની ડાળીને ક્યારનો
કોને ખબર છે ફૂલના દિવસો ઢળી ગયાં
બારી બહાર શૂન્યતા ખડખડ હસી પડી
ઘરમાં ઉદાસ મૌનનાં ટોળાં હળી ગયાં.
~ શ્યામ સાધુ
દીવાલ પર યાદના ડાઘ તો કલ્પી શકાય પણ આંસુની દીવાલ પર એની યાદના ડાઘા ! ક્યા બાત કવિ !
છેલ્લો શેર અદભૂત અદભૂત અદભૂત !
OP 15.6.22
***
છબીલભાઈ ત્રિવેદી
15-06-2022
શ્યામ સાધુ ની સરસ રચના આભાર લતાબેન
Varij Luhar
15-06-2022
વાહ વાહ.. ખૂબ સરસ ગઝલ
