ભરચક બજારેથી ~ ગોપાલકુમાર ધકાણ
ભરચક બજારેથી સડેડાટ નીકળી હું, ખાલીખમ્મ હાથે પરબારી
મારો પિયુ સાવ ટૂંકો પગારી
છૂટા બેઉ હાથે એમ વેરી દેવાય ના, જોવાનું એક એક પાસું
સંઘરીને રાખ્યાં છે અમે મોતીડાં જાણીને, પાંપણની નીચે બે આંસું
ઈચ્છાના નામે એક છોકરું છે કાંખમાં ને, સામે રમકડાંની લારી.
મારો પિયુ સાવ ટૂંકો પગારી.
નાની હથેળી વળી ટૂંકો છે હાથ એમાં ફાટફાટ કેમ કરી ભરીએ?
પાંચ દસ ગજની મારી આ ઓરડીમાં, સપનાને ક્યાં ક્યાં સંઘરીએ?
ઝાંખા પડી જાય સઘળા દાગીના, મેં એવી સેંથી શણગારી
મારો પિયુ સાવ ટૂંકો પગારી.
~ ગોપાલકુમાર ધકાણ
હળવું પણ અર્થસભર આ ગીત વાંચવામાં આવ્યું ! ગમી જાય એવું જ છે. સરળતા, ભાવસૌંદર્ય અને કાવ્યાત્મકતા બધું જ સ્પર્શી જાય એવું છે….
OP 11.6.22
***
Vimal Agravat
16-06-2022
વાહ ગોપાલ વાહ. ફિક્સ પગારીની વેદના આટલી કાવ્યાત્મક રીતે ક્યાંય રજૂ થઇ નથી. ગીત ખૂબ જ ગમ્યું.અભિનંદન દોસ્ત💐💐
સાજ મેવાડા
11-06-2022
વાહ, સુંદર ગીત, સરસ ગરીબ સ્ત્રીની વેદના દર્શાવી છે.
પ્રકાશ મકવાણા “પ્રેમ”
11-06-2022
ગોપાલભાઈ ખુબ સરસ સંવેદનશીલ ગીત…. ઉત્તમ ચયન
છબીલભાઈ ત્રિવેદી
11-06-2022
ગોપાલ કુમાર ધકાણ નુ સરસ કાવ્ય આ સમય મા અેક સાંધો ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિ છે ખુબ સરસ કાવ્ય આભાર લતાબેન
Rameshbhai Khatri
11-06-2022
ખૂબ સુંદર ગીત!👌👌👌👍👍👍💐💐💐
કિશોર બારોટ
11-06-2022
ગોપાલ ભાઈનું આ સિગ્નેચર પોએમ છે. જે મને અતિ પ્રિય છે.
