છોકરીનું ફાગણ ગીત – પરબતકુમાર નાયી
અડધો ફાગણ અમે આંખોમાં આંજ્યો ને અડધાને પાનીમાં પેર્યો.
વરણાગી વાયરાએ આપ્યો જે કોલ, એને કમખાની કોરમાં ઊછેર્યો.
મોરપીંછ સુંઘીએ તો ફૂલ બની જાતું ને પાણીને અડીએ તો અત્તર.
આભલાંની સામે પણ બેસવુંય કેમ કરી ? સોળ વાનાં માગે આ સત્તર !
અડધો અણસાર કર્યો પાંપણની પલકારે અડધાને હોઠ વડે વેર્યો.
ફાગણમાં ફૂલોથી છેટો રહી રહી, છેલ છલકે તો છલક્યો શા કામનો ?
ગાલ ને ગુલાલ વચ્ચે બાંધે શું વાડ ! અરે આવો મીંઢો તે કયા ગામનો ?
અડધો ખોબો લઈ તું ઉંબર ઊભો, અમે કેસૂડો ફળિયે ખંખેર્યો.
~ પરબતકુમાર નાયી
નવા, યુવા અને તેજસ્વી કવિઓમાંના એક પરબતકુમાર
સ્ત્રી સંવેદનાના અનેક ગીતો આપણા અનેક કવિઓએ લખ્યા છે અને વાત અહીં એ જ છે પણ જુઓ કેવી અનોખી રીતે ! પ્રતીકો એ જ અને ઊર્મિઓ પણ એ જ તોયે અનેરું ને રઢિયાળું ગીત ! વાહ તો કહેવું જ પડે કવિ !
OP 8.6.22
***
આભાર
11-06-2022
આ….ટલા બધા મિત્રોનો અધધધ પ્રેમ…. વાહ પરબતભાઈ….
આનંદ આનંદ. ‘કાવ્યવિશ્વ’ના સૌ મિત્રોનો આભાર
PULAKIT JASAKIYA
09-06-2022
અતિસુંદર રચના..પરબતભાઇ
માવજીભાઇ પટેલ
09-06-2022
બહુ સુંદર રચના…વાંચવા અને વાગોળવા જેવી..
Megha Joshi
08-06-2022
ખૂબ જ સુંદર ફાગણ ગીત..
અભિનંદન..
HIRENKUMAR U MAHETA
08-06-2022
વાહ દોસ્ત… અદભુત ગીત… ભાવમાં તરબોળ કરી નાખે છે… ખૂબ ગમ્યું..
ભૂપેન્દ્ર શેઠ નીલમ
08-06-2022
ગીત ગમ્યું હાર્દિક સુભેશછ
તમારો પોતાનો ગીત સંગ્રહ આપો એવી ઇચ્છા છે.
આભાર
Dr Bharat Makwana
08-06-2022
અડધો અણસાર કર્યો પાંપણની પલકારે, અડધાને હોઠ વડે વેર્યો. વાહ શબ્દો ને ગજબ નો મરોડ આપ્યો છે. આજ ગીત સુંદર અવાજ એને સંગીત મા મઢેલું સાંભળવા ની ઈચ્છા છે.
Bharat raval raj
08-06-2022
શબ્દોના સોદાગર એટલે પરબતકુમાર નાયી
શબ્દોના તાલમેલ સાથે સુંદર રચનાઓના રચિયતા છે .
ખૂબ ખૂબ આગળ વધો તેવી દિલથી શુભેચ્છાઓ અને અભિનંદન. 🌹🌹🌹🌹🌹🌹🌹
Jitendra tuvar
08-06-2022
Khoob saras
જયંતીભાઈ નાયી
08-06-2022
ખૂબ સરસ રચના છે.
‘મોરપીછ સૂંઘીએતો ફૂલ બની જાતું…
સુંદર ભાવ,પ્રતિક,કલ્પન અને આ બધું સાથે ગીતમાં લય,ઢાળ વગેરે માણતાં એક સરસ ગીત માણતા હોય એવું બેશક અનુભવાય છે.
અભિનંદન આ ગીત બદલ
અને
અઢળક શુભેચ્છાઓ આગોતરી આવનારી રચનાઓની
જય જગત
Bharat Parmar
08-06-2022
Very impressive bhai
આપ બહુ સારું લખો છો ..
Dashrathbhai Patel
08-06-2022
Nice👌👌👌
Dashrathbhai Patel
08-06-2022
Nice👌👌👌
Dashrathbhai Patel
08-06-2022
Nice👌👌👌
Seema patel
08-06-2022
Waah
Khoob saras bhaav
Kantilal Hemani
08-06-2022
વાહ વાહ.. રંગ છે.. પરબત જી… ફાગણ ખંખેરીને કમાલ કરી… લીખતે રહો સર જી
Sarla Sutaria
08-06-2022
અનેરા પ્રતિકો સાથે આ સ્ત્રી સંવેદના હૈયાની આરપાર થઈ ગઈ.વાહ વાહ.
Parbatkumar Nayi
08-06-2022
ખૂબ ખૂબ આભાર આદરણીય લતાબેન
Parbatkumar Nayi
08-06-2022
ખૂબ ખૂબ આભાર આદરણીય લતાબેન
Param
08-06-2022
વાહ!
Dineshgiri
08-06-2022
વાહ સરસ ભાઈ
સંદીપસિંહ ભાટી
08-06-2022
ખૂબ સરસ…
“અડધો અણસાર કર્યો પાંપણની પલકારે અડધાને હોઠ વડે વેર્યો.”
હૃદય માં ઉતરી જાય…. એવા શબ્દો …
Dipak Valera
08-06-2022
વાહ ખૂબ સુંદર લયહિલ્લોળ સભર ગીત છે કવિ
Dahyabhai
08-06-2022
અડધો ફાગણ , ગુલાબી રંગ , વાહ કવિ શ્રી સુંદર રચના કરવામાં આવી છે.
Mavjibhai n patel
08-06-2022
વાહ દર્દ સાહેબ…👌
Rameshbhai Khatri
08-06-2022
આવાં ઘણાં સરસ ગીતોનો રસથાળપુસ્તક રૂપે લઈને જલદીથી કવિ શ્રી પરબતભાઈ આવે એવી અંતરેચ્છા સાથે……
છબીલભાઈ ત્રિવેદી
08-06-2022
પરબતકુમાર નાયી ની સુંદર રચના કાવ્ય મા ખુબ સુંદર ભાવ પ્રગટે છે તાજગી સભર રચના આભાર લતાબેન
કિશોર બારોટ
08-06-2022
ગીત ક્ષેત્રે એક નવા છતાં આગવા પ્રતિભાશાળી અવાજનું સ્વાગત છે.
અભિનંદન. 🌹
Vegda Anjana
08-06-2022
ખૂબ સુંદર
શબ્દે શબ્દમાં સંવેદના છલકાવતું આપનું આ ગીત ખરેખર પ્રસંશનીય છે.
વાહ ! કવિ શ્રી
