કિસ્મત કુરેશી ~ રોકી લે અશ્રુધાર

રોકી લે અશ્રુધાર ~ કિસ્મત કુરેશી

રોકી લે અશ્રુધાર, હવે એ નહીં મળે,
આશાનો દીપ ઠાર, હવે એ નહીં મળે.

અંધારે જે ન આવ્યાં, શું આવે ઉજાસમાં ?
ખીલી ગયું સવાર, હવે એ નહીં મળે.

પગલાં ન થાય એનાં કદી પાનખર વિશે,
વીતી ગઈ બહાર, હવે એ નહીં મળે.

મન, એને જીતવાના નકામા છે ઓરતા,
આપી ગયા જે હાર, હવે એ નહીં મળે.

જન્મારાના ફળ્યા ન અજંપા-ઉજાગરા
જંપી જા મારા પ્યાર, હવે એ નહીં મળે.

કિસ્મતને એ જ કહેવાને આવી ચડી કઝા,
જેનો છે ઈંતેઝાર, હવે એ નહીં મળે.

કિસ્મત કુરેશી

‘એ નહીં મળે’ એ વાતે મનને દૃઢાવવાનું છે…. ફરી આરત ન જાગે એ સમજાવવાનું છે…..

OP 20.5.22

***

છબીલભાઈ ત્રિવેદી

10-01-2022

આજની કિસ્મત કુરેશી સાહેબ ની ગઝલ ખુબજ ગમી અેકેઅેક શેર ખુબ સરસ કવિ ને અભિનંદન

સાજ મેવાડા

08-01-2022

આ ગઝલની અભિવ્યક્તિમાં પ્યારમાં નિરાશા સાથે એ હકિકતનો સ્વિકાર પણ થયો છે. નિષ્ફળતા મોતનો પણ ઈંતેજાર કરાવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top