હાથમાં મુકેલી ~ આરતી જોશી
હાથમાં મુકેલી મહેંદી જોઈને,
યાદ કરતી હોઉં છું હું કોઈને !
તારા દીધેલા જખમને સીવતા,
આખરે તૂટવું પડયું છે સોઈને.
હસતા મોઢે હું તને સંભારું છું,
થાકી ગઈ છું હું વિરહનું રોઈને.
મારી નજરોમાં જ ઉત્તર વાંચી લે,
હું નહિ બોલીશ સામે જોઈને
નામ મારું જાતે પાડ્યું છે ‘અમી’,
મેં નથી બોલાવી મારી ફોઈને !
~ આરતી યુ જોશી ‘અમી’
બધા શેર સરસ. બીજા શેરનું કલ્પન બહુ સરસ છે. બધા જ શેર સરળ અને આસ્વાદ્ય.
રોઈ રોઈને રાતો કાઢવાનો સમય હવે પૂરો થઈ ગયો. ને એટલે હસતા મોઢે સંભારવાના દિવસો શરૂ થયા. કેમ કે સ્મરણમાંથી કોઈને ભૂંસવાનું એમ સહેલું નથી જ પડ્યું… એ કામ સમય ધીમે ધીમે કરે તો કરે અને જેટલું થાય તે થાય…. આખરે નામ જ ‘અમી’ પસંદ કર્યું છે !
OP 16.5.22
આભાર
21-05-2022
આભાર વિવેકભાઈ, છબીલભાઈ, મેવાડાજી
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.
છબીલભાઈ ત્રિવેદી
16-05-2022
આરતી જોશી નુ કાવ્ય ખુબજ ગમ્યું બધા શેર ખુબ ઉત્તમ આભાર
વિવેક મનહર ટેલર
16-05-2022
મજાની ગઝલ…
સાજ મેવાડા
16-05-2022
વાહ, સરસ.
“તારા દીધેલા જખમને સીવતા,
આખરે તૂટવું પડયું છે સોઈને”
