લોકગીત ~ છેલાજી રે

 છેલાજી રે ~ લોકગીત

છેલાજી રે
મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો
એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો
પાટણથી પટોળાં મોંઘાં લાવજો
છેલાજી રે

રંગ રતુંબલ કોર કસુંબલ
પાલવ પ્રાણ બિછાવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો
છેલાજી રે

ઓલ્યા પાટણ શે’રની રે મારે થાવું પદમણી નાર
ઓઢી અંગ પટોળું રે એની રેલાવું રંગધાર
હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો
છેલાજી રે

ઓલી રંગ નીતરતી રે મને પામરી ગમતી રે
એને પહેરતાં પગમાં રે પાયલ છમછમતી રે
નથણી લવિંગિયાં ને ઝૂમખાંમાં મોંઘાં મોતી મઢાવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો
છેલાજી રે…

સૌજન્ય : ABC Digital

OP 15.5.22

લોકગીત * સંગીત ગૌરાંગ વ્યાસ સ્વર : ઉષા મંગેશકર અને સાથીઓ  

આભાર

21-05-2022

આભાર છબીલભાઈ

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

છબીલભાઈ ત્રિવેદી

15-05-2022

આજનુ લોકગીત સાંભળવુ ગમે તેવુ સરસ ખુબ ખુબ અભિનંદન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top