કોઈ નજરું ઉતારો ~ દીવા ભટ્ટ
કોઈ નજરું ઉતારો મારા મનની રે,
મને રણમાં દેખાય લીલુંછમ લીલુંછમ…
સુક્કી ડાળખીએ પાંદડું વળગી રહ્યું,
મને ઝાંડવું દેખાય લીલુંછમ લીલુંછમ…
મારા આંગણે કૂવો કોઈ રોપો નહીં,
મને પાણી દેખાય લીલુંછમ લીલુંછમ…
સૂના ઘરની પછીતે સૂના ઓટલે,
કોણ બેઠું દેખાય લીલુંછમ લીલુંછમ…
સહુ અર્થો લખાણોથી છૂટા પડ્યા,
પછી પાનું દેખાય લીલુંછમ લીલુંછમ…
~ દીવા ભટ્ટ
આંખને લીલાશના નંબર આવે એ સૌથી ઉત્તમ…. રોજબરોજના જીવનની બધીય કાળઝાળ હળવી થઈ જાય અને એનો નશો જો રહે તો બધી જ ક્ષણો ભરીભરી થઈ જાય…
કવિની કલ્પનામાં શબ્દ, અર્થ, કાગળ છવાયેલા જ હોય…. અર્થો લખાણોથી છૂટા પડે પછી જે બચે એ ભાવ… અને ભાવની ભીનાશ સઘળું લીલુંછમ્મ જ બનાવે ને !
OP 13.5.22
આભાર
21-05-2022
આભાર પ્રફુલ્લભાઈ, છબીલભાઈ, મેવાડાજી
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.
સાજ મેવાડા
14-05-2022
કાવ્યમાં એક સકારાત્મક ભાવ અનુભવાય છે.
પ્રફુલ્લ પંડ્યા
14-05-2022
દીવા ભટ્ટની લીલીછમ્મ કવિતા ગમી ! આવી અનુભૂતિઓ જીવંત અને તાજગીપ્રદ બનીને ભાવક ચિત્તને ડોલાવે છે.દીવાબેનને હાર્દિક અભિનંદન !
પ્રફુલ્લ પંડ્યા
છબીલભાઈ ત્રિવેદી
14-05-2022
દિવાભટ્ટ નુ કાવ્ય લીલુછમ ખુબ સરસ પોઝિટિવ થિંકિંગ હોય તો બધુજ લીલુછમ દેખાય ખુબ સરસ કાવ્ય
છબીલભાઈ ત્રિવેદી
14-05-2022
દિવાભટ્ટ નુ કાવ્ય લીલુછમ ખુબ સરસ પોઝિટિવ થિંકિંગ હોય તો બધુજ લીલુછમ દેખાય ખુબ સરસ કાવ્ય
