નીતિન પારેખ ~ ખોલી જુઓ  

ખોલી જુઓ મને ~ નીતિન પારેખ 

ખોલી જુઓ મને તો મારું મૂળ નીકળે

જામી ગયેલ જીંદગીની ધૂળ નીકળે

નાહક હવે આ ઘાવ તમે ખોતરો નહીં

પીડા નવી મળે કે નવું શૂળ નીકળે

કોઈ લપસણા મારગમાં લપસ્યો નથી કદી

કારણ જો શોધશો તો મારું કૂળ નીકળે

સામા પૂરે તરી શકું છું આજ પણ અહીં

છોને પવન સદાય પ્રતિકૂળ નીકળે

મુક્તિ મને મળે ન મળે કંઈ પડી નથી

શ્રદ્ધા નહીં સમૂળગી નિર્મૂળ નીકળે

નીતિન પારેખ 

‘દ્વાર ભીતરનાં ખોલ’ – જીવનના વિવિધ રંગોના કાવ્યો લઈને આવ્યાં છે કવિ નીતિન પારેખ. ‘કાવ્યવિશ્વ’માં એમનું સ્વાગત છે. અહીં એક સંવેદનસભર વ્યક્તિ પોતાના જીવનપથ પરના પડાવોને કવિતામાં કંડારે છે, જેમાં સ્વાભાવિક જ અનેક ભાવોના સંમિશ્રણની રંગોળી પૂરાઈ છે. સમગ્ર કાવ્યોમાં કવિની સાદગીભરી સરળતા છવાયેલી છે. કવિને આવકાર અને અભિનંદન.

નીતિન પારેખ * દ્વાર ભીતરના ખોલ * BOLD 2022  

OP 4.5.22

સાજ નેવાડા

05-05-2022

ખૂબ સરસ અભિવ્યક્તી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

1 thought on “નીતિન પારેખ ~ ખોલી જુઓ  ”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    માણસને ખોલી જુઓ તો જે નીકળે તે વિસ્મય.
    સરસ રચના છે. કવિને અભિનંદન.

Scroll to Top