પન્ના નાયક ~ માતૃભાષા * Panna Nayak

🥀 🥀

આપણને
જે ભાષામાં સપનાં આવે

આપણી માતૃભાષા.
મને
હજીય ફિલાડેલ્ફીઆમાં
સપનાં
ગુજરાતીમાં આવે છે.
પણ
મારી આસપાસના
ગુજરાતીઓ
ઉમાશંકરની છબિ જોઈને
સતત પૂછ્યા કરે છે :
‘આ કોની છબિ છે ?’

અને
મારું સપનું નંદવાઈ જાય છે.
(સપનાંનાં હૈયાંને નંદવામાં વાર શી?)

~ પન્ના નાયક

માતૃભાષામાં સપનાં આવે એવી આ છેલ્લી પેઢી તો નહીં હોય ને ! એની કાળજી આપણા સિવાય કોણ રાખશે ????

OP 1.5.22

આભાર

06-05-2022

આભાર છબીલભાઈ અને મેવાડાજી

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

સાજ મેવાડા

02-05-2022

સચોટ માતૃ ભાષા પ્રેમ અને સાંપ્રત વેદના, હ્રદયસ્પર્શી રચના.

છબીલભાઈ ત્રિવેદી

02-05-2022

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top