દિલીપ ઝવેરી ~ બળતી મીણબત્તીને 

બળતી મીણબત્તીને ~ દિલીપ ઝવેરી

બળતી મીણબત્તીને ફૂંક મારી
કોઈ
બહાર થંભેલા અંધકારને કહે
‘આવ અંદર, અહીં બીવા જેવું કંઈ નથી.’
એમ કવિતા બોલાવે
‘તારું બધું ઓલવીને આવ હવે
ખોવા જેવું કંઈ નથી.’
ખોવાયેલું ગોતતાં મળી જાય તે કવિતા ન હોય
પણ ખોવાયેલાનેય જે મળી શકે તે કવિતા.

દિલીપ ઝવેરી

આ છે કાવ્ય પ્રાગટ્યના થોડાક રહસ્યોમાંનું એક !

OP 28.4.22

*****

આભાર

06-05-2022

આભાર છબીલભાઈ અને મેવાડાજી

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

સાજ મેવાડા

28-04-2022

થોડામાં ઘણું.

છબીલભાઈ ત્રિવેદી

28-04-2022

આજનુ દિલીપ ઝવેરી નુ કાવ્ય ખુબજ ગમ્યું સળગતી મીણબત્તી ને ઓલવી અંધકાર ને આમંત્રણ તો કવિ જ આપી શકે ખુબ નાની રચના પણ ખુબ ધારદાર ખુબ ખુબ અભિનંદન આભાર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top