હરદ્વાર ગોસ્વામી ~ એના કરતાં

એના કરતાં ~ હરદ્વાર ગોસ્વામી

એના કરતાં હે ઈશ્વર દે મરવાનું

ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું!

એ જ પામશે પાન નવાં ને નવી હવા

જેણે શીખ્યું દોસ્ત, સમયસર ખરવાનું

મોજું આવ્યું માથે ત્યારે સમજાયું

પુસ્તક વાંચી શિખાશે નહીં તરવાનું

બટન ટાંકવાનો લાગે છે વેંત નથી

તો જ બને ખુલ્લી છાતીએ ફરવાનું

ઈશ્વરથી પણ મોટો હો તો કહી દે તું

શરૂ આજથી તને સલામો ભરવાનું.

હરદ્વાર ગોસ્વામી

‘લખચોરાશી લાગણીઓ’ – 84 ગઝલનો ફેરો લઈને આવ્યા છે કવિ હરદ્વાર ગોસ્વામી. પોતાના નિવેદનમાં લખે છે – “ગઝલસર્જનની ક્ષણે મારામાં ગંગા વહેતી જોઉ છું ત્યારે તમામ પાપ ધોવાતાં લાગે છે. મકતા સુધી પહોંચતામાં તો ચાર ધામની યાત્રાનું પુણ્ય કમાઈ લઉં છું.”

ઉપરની ગઝલનો મત્લાનો શેર તો અતિપ્રખ્યાત છે. માણો આખી ગઝલ.

‘કાવ્યવિશ્વ’ના આંગણે કવિના આ નવા ગઝલસંગ્રહનું સ્વાગત છે.

લખચોરાશી લાગણીઓ * નવભારત * 2022

OP 24.4.22

***

hardwar goswami

28-04-2022

પ્રતિભાવ માટે સૌ મિત્રો અને મુરબ્બીઓનો આભાર

hardwar goswami

28-04-2022

આભાર લતાબેન હિરાણી

hardwar goswami

28-04-2022

આભાર ‘કાવ્યવિશ્વ’

છબીલભાઈ ત્રિવેદી

26-04-2022

હરદ્નાર ગોસ્વામી નુ કાવ્ય ખુબજ ગમ્યું બધા શેર સરસ

સાજ મેવાડા

25-04-2022

દરરોજ જીવનની રીતોને બખૂબી ગઝલમાં વણાઈ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top