રિનલ પટેલ ~ પામી શકો

આવી શકે ના ~ રિનલ પટેલ

આવી શકે ના કંઈ જ દરમિયાન, તો પામી શકો!

ભટકે નહિ ઉદ્દેશ પરથી ધ્યાન, તો પામી શકો!

થોડુંઘણું રાખીને એને ના કદી પામી શકાય

ખોઈ શકો હોવાપણાનું ભાન, તો પામી શકો!

વીંઝાય છે તલવાર થઈને જે સતત જીવન ઉપર

રાખી શકો જો એ સમયને મ્યાન, તો પામી શકો.

મુખ પર ધરીને મૌન ના એ કાયમી પામી શકાય!

ઠારી શકો જો ભીતરે તોફાન, તો પામી શકો!

આમ જ નથી એ પ્રાપ્ત થાતું છે નિયમ એનો ‘રીનલ’

આપ્યું હશે સામે તમે જો માન, તો પામી શકો!

રિનલ પટેલ

‘ખોઈ શકો હોવાપણાનું ભાન’ પામવાની આ શરત  એટલે કે આ શેર મજ્જાનો…

સમયને મ્યાનમાં રાખવાની વાત અશક્ય છતાંયે શેરમાં ગમી….

OP 23.4.22

આભાર

28-04-2022

આભાર છબીલભાઇ અને મેવાડાજી તથા મિત્રો

છબીલભાઈ ત્રિવેદી

28-04-2022

રિનલપટેલ નુ કાવ્ય ખુબજ સરસ હોવા પણા ભાવ મટે ત્યારે જ કશુક પ્રાપ્ત થતુ હોય છે ગંગાસતી પણ આજ વાત પોતાના ભજન મા કરે છે ખુબ સરસ રચના આભાર

સાજ મેવાડા

25-04-2022

“આમ જ નથી એ પ્રાપ્ત થાતું છે નિયમ એનો ‘રીનલ’

આપ્યું હશે સામે તમે જો માન, તો પામી શકો!”
આખી ગઝલ સુંદર, આ શેરનું સનાતન સત્ય ગમ્યું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top