હરીશ મીનાશ્રુ ~ સાધો સંત કરે પટલાઈ

સાધો સંત કરે પટલાઈ ~ હરીશ મીનાશ્રુ

સાધો, સંત કરે પટલાઈ

અમે મૂળ બામણ પહોંચેલા, સહજ ગયા વટલાઈ

રોજ રાવણું ભરે,

તડાકા મારે હોઠ બીડીને

માંડ દિયે કુંજરને કણ,

દે મણ મુખવાસ કીડીને

ખાય ખગોળે ખોંખારા એવો એનો વટ, ભાઈ

ભવાં ચઢાવી ભરીબજારે

કોક બ્રહ્મને ભાંડે

સંકેલે પરછાંઈ તો

ભરજોબનમાં માયા રાંડે

વડી કચેરીમાં ચાલે એનો જ વહીવટ, સાંઈ

હરીશ મીનાશ્રુ

વિષય કોઈપણ હોય, એક સમર્થ કવિની કટાક્ષબાનીમાં કેવો કોળાય છે ! આજે ચારે બાજુ બાપુઓ, દાદાઓ, સંતો(!) મહંતો(!)ની બોલબાલા છે…. લોકો જ્યાં ને ત્યાં શરણું શોધે છે, બાપુ-દાદુની બગલમાં ભરાવા હોડ ચાલે છે ત્યારે સમજુ માણસને આ ક્યાં જઇ અટકશે એનો અજંપો થાય ! જો કે એથીયે સમજુ માણસ આમ ગાઈ દે ! કેમ કે આમાં કોઇથી કશું જ થાય એમ નથી ! સમય સૌને સબક શીખવશે, એ જ….

કવિના આ કાવ્ય સંદર્ભે કબીરનો આ દોહો યાદ આવે

ગુરુ લોભી શિષ્ય લાલચી, દોનોં ખેલે દાવ

દોનોં બૂડે બાપડે, ચઢ પથ્થર કી નાવ.

‘કાવ્યવિશ્વ’ને કાવ્યસંગ્રહ ‘પદપ્રાંજલિ’ મોકલવા બદલ કવિનો આભાર.

OP 20.4.22

***

સાજ મેવાડા

20-04-2022

લતાજી આપની નોંધ પછી કંઈ કહેવાનું રહેતું નથી.

છબીલભાઈ ત્રિવેદી

20-04-2022

આજનુ હરીશ મિનાશ્રુ નુ કાવ્ય ખુબજ સમયોચિત અત્યારે પાખંડી ઓ વધી ગયા છે અેટલે સાવધાન રહેવું ખુબ જરૂરી છે સરસ કાવ્ય આભાર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top