ખૂબ ઊંચે ચડી ગયો છું હું,
છેક નીચે પડી ગયો છું હું.
એક હાથે મને મેં તરછોડ્યો
અન્ય હાથે અડી ગયો છું હું.
મેં મને ખૂબ ખૂબ ઘૂંટ્યો છે
ને મને આવડી ગયો છું હું
થાય છે કે ફરીથી બંધાઉં
સામટો ગડગડી ગયો છું હું.
બંધ થઈ જાઉં આજ શબ્દ બની
એટલો ઊઘડી ગયો છું હું.
~ મનહર મોદી
આટલી ગંભીર વાત આટલી હળવાશથી આવા સિદ્ધ કવિ જ કરી શકે. ત્રીજો શેર અદભૂત અદભૂત !
OP 15.4.22
***
સાજ મેવાડા
16-04-2022
વાહ.
મેં મને ખૂબ ખૂબ ઘૂંટ્યો છે
ને મને આવડી ગયો છું હું
ingit modi
15-04-2022
Always Remembering you uncle
